ETV Bharat / state

Amarnath Yatra 2023 : અમરનાથ યાત્રાને લઈને મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ - amarnath yatra route

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે અમરનાથ યાત્રાને લઈને મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી ચાલુ કરી દીધી છે. ખાસ પ્રક્રિયા કર્યા બાદ લોકોને મેડીકલ સર્ટીફીકેટ આપવામાં આવે છે. ગાઈડલાઈન મુજબ અમુક ઉંમરના લોકો માટે મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં નહીં આવે.

Amarnath Yatra 2023 : અમરનાથ યાત્રાને લઈને મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ

author img

By

Published : Apr 17, 2023, 3:31 PM IST

સુરતમાં અમરનાથ યાત્રાને લઈને મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ

સુરત : 25 એપ્રિલે શ્રી અમરનાથજીનો કપાટ ખુલ્લી રહ્યો છે, ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આજથી અમરનાથ યાત્રા અર્થે મેડીકલ ફીટનેસ સર્ટીફીકેટ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે સરકારની ગાઈડલાઈન અનુસાર 13 વર્ષથી નીચેના અને 70 વર્ષ ઉપરના લોકોને મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે નહીં. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ, હૃદયની બાયપાસ સર્જરી અને સ્ટેન્ટ મુકવામાં આવેલ હોય તેવા લોકોને મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે નહીં. હોસ્પિટલના તંત્ર દ્વારા સારવાર માટે આવનાર દર્દીઓને તકલીફ ના પડે તે માટે હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર પર આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સર્ટીફીકેટ લેવા માટે વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Yoga Guru Ramdev: બાબા રામદેવે શેર કર્યો 30 વર્ષ જૂના વીડિયો, યાદ કર્યો નિવૃત્તિ સમારોહ

મેડિકલ સર્ટિફિકેટ લેવું જરૂરી : ઉલ્લેખનીય છે કે, આપણા દેશમાં ધાર્મિક સ્થળો ઘણા છે. જ્યાં ભક્તો મન ફાવે ત્યાં ફરી શકે છે. પરંતુ અમરનાથ યાત્રા કરવા માટે મેડીકલ ફીટનેસ સર્ટીફીકેટ લેવું ફરજિયાત છે. કારણ કે, અમરનાથ ધાર્મિક સ્થળ ખુબ જ ઉંચાઈએ અને પહાડી વિસ્તારના કારણે ત્યા ઓક્સિજનની કમી હોવાથી ત્યાં લોકોને જવા દેવામાં આવતું નથી, પરંતુ તેની માટે મેડિકલ સર્ટિફિકેટ લેવા જરૂરી છે. જેથી આ યાત્રા કરવા માટે મેડિકલ સર્ટિફિકેટ લેવું જરૂરી છે.

આ પણ વાંચો : Baba Kedarnath : 19 વર્ષીય યુવાન ધગધગતા તાપમાં સુરતથી સાઈકલ લઈને કેદારનાથ દર્શને નીકળ્યો

પહાડી પ્રદેશમાં ઓક્સિજનનો પ્રોબ્લેમ : આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકરએ જણાવ્યુ કે, આપણી હોસ્પિટલમાં આજથી અમરનાથયાત્રા માટે મેડિકલ સર્ટિફિકેટ આપવા માટેની પ્રકિયા શરૂ કરવામાં આવી છે. કારણ કે, અમરનાથ પહાડી પ્રદેશ હોવાથી ત્યાં ઓક્સિજનનો પ્રોબ્લેમ થાય છે. તેથી ત્યાં કોઈ વ્યક્તિને કોઈ પ્રોબ્લેમ નઈ થાય તે માટે પ્રથમ તેમનું સ્થાનિક સરકારી હોસ્પિટલમાં બ્લડ પેસર હાડ ચેકઅપ કર્યા બાદ તેમને મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવે છે. આજે જ 500 જેટલા લોકોને મેડિકલ સર્ટિફિકેટ માટે આવ્યા છે. આ મેડિકલ સર્ટિફિકેટ 13 વર્ષથી નીચેનાં અને 70 વર્ષ પરના લોકોને મેડીકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે નહીં. તે ઉપરાંત ગર્ભવતી મહિલાઓ, હૃદયની બાયપાસ સર્જરી અને સ્ટેન્ટ મુકવામાં આવેલા હોય તેવા લોકોને મેડીકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.