રાજદ્રોહના કેસમાં અલ્પેશના જામીન નામંજૂર થયા હતા. ત્યારબાદથી અલ્પેશ ભૂગર્ભમાં હતો. ત્યારે હવે અલ્પેશ કથીરિયાની સુરત ક્રાઈમ બ્રાન્ચે વેલંજા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. પોલીસના આંખમાં ધૂળ નાખીને ફરાર થયેલા અલ્પેશને આખરે તેના મિત્રના લગ્નમાંથી પોલીસે ઝડપી પાડ્યો હતો. અલ્પેશ કથીરિયાની વેલંજા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. અલ્પેશના મિત્ર આશિષ વઘાસીયાના લગ્નમાંથી ધરપકડ કરવામાં આવી છે. લગ્નમાં અલ્પેશ હાજર છે, જેની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવી હતી.
છેલ્લા કેટલાક સમયથી અલ્પેશ વોઇસ મેસેજ મોકલી પોલીસ પર, પરિવાર પર માનસિક ત્રાસ આપવાની વાત પણ કરી રહ્યો હતો. જોકે અલ્પેશની ધરપકડ અંગે અલ્પેશના વકીલ યશવંત વાળાનું કહેવું છે કે, અલ્પેશને ક્રાઇમ બ્રાન્ચ કોર્ટમાં હાજર કરી વોરંટ મેળવશે અને ત્યાર બાદ તેને જેલ મોકલવામાં આવશે. જોકે અલ્પેશનું જામીન કેસ હાઈ કોર્ટમાં ચાલી રહ્યું છે.