વારાણસીથી પટેલને મોદી સામે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી રહ્યાં છે, તેવા સવાલના જવાબમાં નિવેદન આપતા જણાવ્યું કે વેટ એન્ડ વોચ સમય આવે ખબર પડી જશે. હમણાં તો ફક્ત તેમણે કહ્યું છે કે, તેઓ ચૂંટણી લડી પણ શકે છે. પરંતુ હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
ભોપાલ બેઠક પરથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ભાજપ દ્વારા ઉભા કરવામાં આવ્યા છે. જેની સામે અહેમદ પટેલનું નિવેદન હતું કે, ડેમોક્રેસી છે અને ડેમોક્રેસીમાં દરેકને ઉભા રહેવાનો પૂરો અધિકાર છે. તેઓને લડવા દો, જોઈએ આગળ શું થાય છે. જનતાની અદાલતમાં જઈશું, જ્યાં જનતા જાતે નિર્ણય કરશે. ક્યારેય પણ પોલિટિક્સમાં ધર્મને લાવવો જોઈએ નહીં. પરંતુ કેટલીક પાર્ટીઓ એવી છે જેમને ખબર છે કે તેઓની હાર નિશ્ચિત છે, ત્યારે તેમની નિષ્ફળતા છુપાવવા ક્યારેક રાષ્ટ્રવાદની વાત કરતા હોય છે. પરંતુ જનતા તેમણે સંપૂર્ણ રીતે હવે સમજી ચુકી છે. એટલે ભાજપાની હાર આ વખતે નિશ્ચિત છે. એનઆઈએ જેવી એજન્સી જ્યારે તપાસ કરતી હતી, ત્યારે અમે લોકોને તો કોઈ હસ્તક્ષેપ કર્યો નથી, જેવી રીતે આ લોકો એજન્સીના કામમાં હસ્તક્ષેપ કરે છે. અન્ય લોકોને હેરાન કરવા અને પોતાના લોકોનો બચાવ કરવા માટે આ તપાસ એજન્સીનો ખોટી રીતે ઉપયોગ હાલની સરકારે કર્યો છે.
અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામા અંગે નિવેદન આપતા કહ્યું , કોંગ્રેસ પાર્ટી કોઈ પણ એક વ્યક્તિ પર નિર્ભર રહેતી નથી. કોંગ્રેસ પાર્ટી વહેતા સાગરની જેમ છે. જેમાં જે આવે છે તે હીરો બની જાય છે. જો કોંગ્રેસમાં તેઓ કંઈ અન્ય વિચાર ધરાવે છે તો તેઓની ઈચ્છા, યોગ્ય સમયે જ્યારે કોંગ્રેસને જરૂર હતી ત્યારે તેઓ સાથે નથી. આવા લોકો સામે કાર્યવાહી કરવી ન કરવી એ નિર્ણય જનતા અને કોંગ્રેસ પાર્ટી લેશે. વ્યક્તિ વિશેષ વાત શા માટે કરવી જોઈએ? આ નેશનલ લેવલ પોલિટિક્સ છે. તે વિશે પ્રશ્ન પૂછો તો યોગ્ય છે.
મોદી નામના લોકો ચોર છે રાહુલ સામે થયેલા આક્ષેપ અંગે નિવેદન આપતા કહ્યું કે, રાહુલ આવું ક્યારેય કહ્યું નથી. પરંતુ આ શબ્દને ગોળ ગોળ ફેરવીને રજૂ કરવામાં આવ્યો છે. રાહુલે અને કોંગ્રેસ આવી વાત ક્યારેય પણ કરી નથી. વિદેશી ભાગી ગયેલા (નીરવ મોદી પર નામ લીધા વિના નિશાન) અગર કોઈ બહાર ચાલ્યું ગયું હોય અને તેની સરનેમ મોદી છે તે વાત અલગ છે. એટલે કોઈ પણ વખતે કોઈ પણ કોમ્યુનિટી વિશે આલોચના ક્યારેય પણ કોંગ્રેસ કરતી નથી.