- સુરતમાં શિક્ષકો-વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
- બે શિક્ષકો અને ત્રણ વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ
- સ્કૂલમાં પોઝેટીવ રિપોર્ટ આવ્યા બાદ વાલીઓની ચિંતા વધી
સુરતઃ આજે સુરતના સ્કૂલમાં 2 શિક્ષકો અને વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વાલીઓની ચિંતા વધી છે. તેઓનું કહેવું છેકે જેની ચિંતા હતી તે જ થયું. હવેે અમે અમારા બાળકોને સ્કૂલે મોકલીએ કે નહીં તે વિચાર આવે છે. આ કોરોના કાળમાં જેમતેમ સ્કૂલો ખુલી હતી અને બાળકો સ્કૂલે જઈને આવે એટલે ફ્રેશ રહેતાં હતાં. આટલા મહિનાઓથી સ્કૂલ બંધ હતી અનેે સ્કૂલ ખુલી ગઈ તો આ એક સમસ્યા અમને હેરાન પરેશાન કરી રહી છે. અને માથે બાળકોની પરીક્ષાઓ પણ આવી રહી છે.
સ્કૂલ શિક્ષકો અને સંચાલકોને પણ કોરોનાનો ડર
આજે સુરત એક સ્કૂલમાં 2 શિક્ષકોને અને 3 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સ્કૂલ સંચાલકોની ચિંતાનો વિષય બની ગયો છે. શિક્ષકો પણ એક બાજુ એમ વિચારી રહ્યાં છે કે હવે વિદ્યાર્થીઓ આવશે કે નહી આવશે. અમારા શિક્ષકભાઈઓ પણ આવશે કે નહી આવશે એ પણ વિચારવાનો વિષય બની ગયો છે. થોડા દિવસો બાદ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ આવી રહી છે. વિદ્યાર્થીઓને કઈ રીતે પરીક્ષાઓની તૈયારીઓ કરાવીએ. આ કોરોના કાળના કારણે સ્કૂલો દસ મહિનાઓથી બંધ હતી અને હવે જ્યારે સ્કૂલ ખુલી છે, ત્યારે ફરી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કોરોનાનો ભય સતાવી રહ્યો છે.