ETV Bharat / state

કેન્સરમાં પુત્રના મોત બાદ વિરહમાં પટેલ દંપતીએ કર્યો આપઘાત - પટેલ દમ્પતીનો આપઘાત

સુરત: ચાર માસ અગાઉ બ્લડ કેન્સરના કારણે પુત્રને ગુમાવનાર દંપતીએ આપઘાત કર્યો છે. પુત્રના વિરહમાં સરી પડેલા પટેલ દંપતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. આપઘાત કરતા પહેલા એક સુસાઈડ નોટ પણ લખી છે. જે સુસાઇડ નોટમાં આપઘાત કરવા પાછળનું કારણ જાતે હોવાનું જણાવ્યું છે. પટેલ દંપતીના આપઘાતને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે ખટોદરા પોલીસ દ્વારા પટેલ દંપતીની મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

કેન્સરમાં પુત્રના મોત બાદ વિરહમાં પટેલ દમ્પતીએ કર્યો આપઘાત
author img

By

Published : Oct 18, 2019, 3:05 PM IST

ભટારના અલથાણ ખાતે આવેલા ક્રિષ્ના પેલેસમાં રહેતા ભરતભાઇ પટેલના પુત્ર પ્રેમ પટેલનું ચાર માસ અગાઉ બ્લડ કેન્સરની બીમારીથી મોત થયું હતું. તેમનો પુત્ર કોલેજના ચોથા વર્ષમાં સાયન્સનો અભ્યાસ કરતો હતો. જ્યાં છેલ્લા ચાર માસથી ભરતભાઈ પટેલ અને તેમની પત્ની પલ્લવીબેન પટેલ પુત્રના મોતથી હતાશામાં ગરકાવ થઈ ગયા હતાં. આજે પુત્રની ચોથી પુણ્યતિથિ હતી અને પુત્રની પુણ્યતિથિએ જ સવારના આઠ વાગ્યે બંને પટેલ દંપતીએ ઘરમાં સિલિંગ વડે દુપટ્ટો દઈ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણકારી ખટોદરા પોલીસને મળતા પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની તપાસ શરૂ કરી હતી.

કેન્સરમાં પુત્રના મોત બાદ વિરહમાં પટેલ દંપતીએ કર્યો આપઘાત

Intro:સુરત : ચાર માસ અગાઉ બ્લડ કેન્સર કારણે પુત્ર ને ગુમાવનાર દમ્પતીએ આપઘાત કર્યું છે. પુત્ર ના વિરહમાં સરી પડેલા પટેલ દંપતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. સુરત ના અલથાણ વિસ્તારમાં રહેતા પટેલ દંપતીએ આપઘાત કરતા પહેલા એક સુસાઈડ નોટ પણ લખી છે .જે સુસાઇડ નોટમાં  આપઘાત કરવા પાછળનું કારણ જાતે હોવાનું જણાવ્યું છે.પટેલ દંપતી ના આપઘાત ને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે...જ્યારે  ખટોદરા પોલીસ દ્વારા પટેલ દંપતીની બંને  લાશને પોસ્ટમોર્ટમ  અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે....

Body:ભટાર ના  અલથાણ ખાતે આવેલા ક્રિષ્ના પેલેસમાં રહેતા ભરતભાઇ પટેલ ના પુત્ર પ્રેમ પટેલ નું ચાર માસ અગાઉ બ્લડ કેન્સરની બીમારીથી મોત થયું હતું.. તેમનો પુત્ર કોલેજના ચોથા વર્ષમાં  સાયન્સનો અભ્યાસ કરતો હતો.જ્યાં છેલ્લા ચાર માસથી ભરતભાઈ પટેલ અને તેમની પત્ની પલ્લવીબેન પટેલ પુત્રના મોતથી હતાશામાં ગરકાવ થઈ ગયા હતા.. આજે પુત્રની ચોથી પુણ્યતિથિ હતી અને પુત્રની પુણ્યતિથિએ જ  સવારના આઠ વાગ્યાના અરસામાં બંને પટેલ દંપતીએ ઘર માં સિલિંગ વડે  દુપટ્ટો દઈ ગળે ફાંસો ખાઇ  જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણકારી ખટોદરા પોલીસને મળતા પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી ...ખટોદરા પોલીસની પ્રાથમિક તપાસમાં બંનેની લાશ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી....જે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે "અમારા દેહ નું દેહદાન જ કરવાનું છે.અમારી જાતે પગલું ભરેલ છે..મોતનું કારણ ગળે ફાંસો ખાવાથી તથા સમય 18.10.2019 શુક્રવારે સવારે ના 8:00 વાગ્યે.પટેલ ભરતભાઇ પલ્લવીબેન પટેલ "આ પ્રમાણેનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કરાયો હતો. એટલું જ નહીં સુસાઇડ નોટ ની અંતિમ લાઈનમાં લખ્યું હતું કે અત્યારે પરીક્ષાનો સમય છે અને બાળકોને પરીક્ષા અપાવવામાં ખાસ ધ્યાન આપશો...Conclusion:ત્યારે સુસાઇડ નોઆ અંતિમ લાઈનનો આ ઉલ્લેખ પોલીસ માટે તપાસનો વિષય બની રહે છે...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.