ETV Bharat / state

Surat Rain: સુરતમાં બે દિવસના વિરામ બાદ ફરી સાર્વત્રિક વરસાદ શરૂ - universal rains started again in Surat

સુરતમાં બે દિવસના વિરામ બાદ ફરી સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે. છેલ્લા બે દિવસથી શહેરમાં વરસાદની ગેરહાજરી જોવા મળતી હતી. જેને કારણે લોકોને ગરમીથી બફાટ અનુભવી રહ્યા હતા. હાલ વરસાદ વર્ષતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમી થઇ રાહત થઇ છે. જોકે હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં મધ્ય વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

after-a-break-of-two-days-universal-rains-started-again-in-surat

author img

By

Published : Jul 30, 2023, 1:17 PM IST

બે દિવસના વિરામ બાદ ફરી સાર્વત્રિક વરસાદ શરૂ

સુરત: શહેરમાં બે દિવસના વિરામ બાદ વેહલી સવારથી જ સાર્વત્રિક વરસાદ વર્ષી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં માધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી જ છે. તેજ પ્રમાણે શહેરમાં અડાજણ, રાંદેર, જાગીરપુરા, પાલ, કતારગામ, અમરોલી, નાના વરાછા,મોટા વરાછા, ઉધના લીંબાયત, ડીંડોલી, ગોડાદરા, પાંડેસરા, અલથાણ, વેસુ પીપલોદ, અઠવાલાઇન્સ, ડુમસ, ઈચ્છાપુર, કવાસ એમ સમગ્ર શહેરમાં અંધકારપટ વચ્ચે સાર્વત્રિક વરસાદ વર્ષી રહ્યો છે.

વાતાવરણમાં ઠંડક પ્રસરી: વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમી થઇ રાહત થઇ છે. બે દિવસ વરસાદની ગેરહાજરી હોવાના કારણે લોકોને ગરમીથી બફાટ અનુભવી રહ્યા હતા. જોકે હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં મધ્ય વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ઉપરવાસમાં વરસાદ પડવાથી ઉકાઈ ડેમની સાપટીમાં પણ સતત વધારો થઇ રહ્યા છે. ડેમની હાલની સપાટી રૂલ લેવલ કરતા થોડી ઓછી એટલે 331.85 ફૂટ પર પહોંચી હતી. રૂલ લેવલ હાલ 333 છે.

ક્યાં કેટલો પડ્યો વરસાદ?: હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સુરતમાં ગઈકાલે પણ અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જિલ્લામાં ઓલપાડ અને કામરેજ તાલુકા કોરા રહ્યા હતા. જ્યારે સુરત શહેરમાં 24 કલાકમાં 2 મીમી જેટલો વરસાદ પડ્યો હતો. સુરત જિલ્લાના માંગરોળમાં 6મીમી, ઉમરપાડામાં 3 મીમી, માંડવીમાં 7 મીમી, ચોર્યાસીમાં 10 મીમી, બારડોલીમાં 16 મીમી, પલસાણા અને મહુવામાં 33 મીમી વરસાદ પડ્યો હતો.

ડેમની સપાટીમાં વધારો: હથનુર ડેમની સપાટી 209.480 પર પહોંચતા 43331 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમમાં પાણીની આવક 58481 ક્યુસેક રહી છે. ડેમની સપાટી રૂલ લેવલ કરતા માત્ર સવા ફૂટ નીચી રહી છે. સુરત તાપી વિયર કમ કોઝવેની સપાટી 6.62 મીટર રહી હતી. મહત્તમ તાપમાન 30 ડિગ્રી જ્યારે લઘુતમ 24.8 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજ 81 ટકા રહ્યું હતું. દક્ષિણ પશ્ચિમ દિશામાંથી 10 કિમીની ઝડપે પવન ફૂંકાયા હતા.

  1. Kakrapar Dam Overflow: માંડવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો
  2. Rajkot Rain: ઉપલેટાના ગઢાળા ગામનો મોજ નદીના કોઝવેમાં ગાબડાં પડતા લોકો જીવના જોખમે પસાર થવા મજબુર

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.