સુરત: ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ... આ કહેવત કે ગીત હવે આ સમયમાં બોલી શકાય તેમ નથી. કારણે રોજ-બરોજના એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં કળિયુગ ચાલી રહ્યો છે તેનો પરચો પુરાવે છે. એવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. સુરતમાં 15 દિવસના બાળકનું મોત થતા માતા-પિતા બાળકને મૂકી ફરાર થવાની ઘટના સામે આવી છે. હાલ આ મામલે પોલીસે માતા-પિતાની શોધખોળ હાથ ધરી હતી.બાળકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.હાલ આ માતા-પિતા પોલીસે શોધી કાઢયા છે અને કયા કારણોસર તેઓ બાળકને હોસ્પિટલમાં મૂકીને જતા રહ્યા હતા તે અંગે પોલીસ આગળની તપાસ કરી રહી છે.
"અમને નવી સિવિલ હોસ્પિટલમાંથી કંટ્રોલ ની જાણ કરવામાં આવી હતી કે આ રીતે ઘટના બની છે. જેથી અમે નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અને અહીં બાળકના મૃતદેહને પોસમોટમ રૂમ ખાતે મૂકી માતા-પિતાની શોધખોળ હાથધરી છે". પ્રવીણ ગુલાબરાવ દેસલે (પોલીસ સ્ટેશનના ASI)
માતા-પિતાની શોધખોળ: સુરતમાં 15 દિવસના બાળકનું મોત થતા માતા-પિતા બાળકને મૂકી ફરાર થવાની ઘટના સામે આવી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચાર દિવસ પેહલા જન્મેનું બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતા ગત તારીખ 27 એપ્રિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. બાળકને NICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ગઈકાલે સાંજે બાળકનું સારવાર દરમિયાન મોત થતા માતા-પિતા બાળકને મૂકી ફરાર થઇ ગયા હતા. જોકે આ મામલે સચીન પોલીસ માતા-પિતાની શોધખોળ હાથ ધરી હતી. હાલ તેઓ પોલીસને મળી આવ્યા છે.
સારવાર દરમિયાન બાળકનું મોત: ASI પ્રવીણ ગુલાબરાવ દેસલે વધુમાં જણાવ્યુંકે, " સચિન હોજીવાલા વિસ્તારમાં રહેતા શુભાન્સ વર્મા પરિવાર સાથે રહે છે. તેની પત્ની મમતાએ 15 દિવસ પહેલા પુત્રને જન્મ આપ્યો હતો. જેના ચાર દિવસ બાદ પુત્રને શ્વાસ લેવાની તકલીફ થઈ હતી. જેથી તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં તેને એનઆઇસિયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો.પરંતુ સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું હતું. સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. પુત્રના મોતની જાણ થતા માતા પિતા પુત્રના મુદ્દે ને છોડીને સિવિલ હોસ્પિટલમાંથી ભાગી ગયા હતા. ડોક્ટરો દ્વારા બાળકના માતા પિતાની શોધ પણ કરવામાં આવી હતી પણ તે મળી આવ્યા ન હતા. જેથી પોલીસને જાણ કરી હતી.