શારજહાં ફ્લાઈટથી સુરત એરપોર્ટ આવેલો મુસાફર સોનાની હેરાફેરી કરતો ઝડપાયો છે. એરપોર્ટ પર તપાસ દરમિયાન કસ્ટમ અધિકારીને આરોપી પર શંકા જતાં તેની પૂછપરછ કરી હતી. જેમાં તેણે 11 લાખ રૂપિયાનું લિક્વિડ સોનું કેપ્સુલમાં છુપાવીને જતો હોવાનું સ્વીકાર્યુ હતું. તેની પાસે બે કેપ્સુલ છે. જેમાં તેણે 280 ગ્રામ સોનું હતું છુપાવ્યું હતું, જેની કિંમત 11 લાખ રૂપિયા છે.
તપાસમાં આરોપી મનોહર કુમારે મુંબઈ પાસે આવેલા ઉલ્લાસનગરમાં રહે છે,અને તે દુબઈથી ગોલ્ડ પાર્ટીને આપવા માટે જતો હોવાનું જણાવ્યું હતું. નિયમ અનુસાર, જો ગોલ્ડની કિંમત 20 લાખથી ઓછી હોય તો ધરપકડ કરી શકાય નહીં, પરંતુ હાલ આરોપીની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આગઉ 28 ઓગસ્ટ રોજ બે મુસાફર ગોલ્ડ સ્મલિંગ કરતાં ઝડપાયા હતા. આરોપી ઘેરી પાસેથી 300 ગ્રામ સોનું, મોહમ્મદ અન્સારી પાસેથી 100 ગ્રામ સોનું ચોલેટ રેપર શેપમાં પેટની અંદર છૂપાવીને જતાં હતા.