સુરત: સરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશિલા આર્કેડમાં ભયાવહ આગ ફાટી નીકળી હતી. જેમાં 22 માસૂમ જીંદગીઓનો ભોગ લેવાયો હતો. ઘટનામાં બે લોકોની ધરપકડ કરાઇ હતી. આ બંને આરોપીઓના ફર્ધર રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ બંને આરોપી રિમાન્ડ પર હતા, જેના આજ રોજ રિમાન્ડ પુરા થતા હતા.
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને સુરત કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીઓના ફરધર રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. રાઈમ બ્રાન્ચ દ્વારા 11 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જો કે કોર્ટે સરકારી વકીલની દલીલોને ગાહય રાખી ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
આ બંને આરોપીઓ તક્ષશિલા આર્કેડના બિલ્ડર અને ભાગીદાર હતા.