સુરત: શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે 35 વર્ષીય શ્યામ સુંદર પાસવાન જેઓ ગઈકાલે રાત્રે પોતાના સાઈટ ઉપર કામ કરીએ ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં (Accident in Hazira)ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ (Surat New Civil Hospital )લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમને હોસ્પિટલ દ્વારા યોગ્ય સારવાર ન આપતા તેમનું મોત થયું હતું. જેને લઇને પરિવાર દ્વારા હોસ્પિટલના મેડિકલ ડોક્ટરો યોગ્ય સારવાર નથી મળી તેવા આક્ષેપો કર્યાં છે. હાલ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. પરિવારે કહ્યું કે હવે આના માટે મોતનો જવાબદાર કોણ.
એક થી દોઢ કલાક સુધી એક પણ ડોક્ટર આવ્યા નહીં - આ બાબતે મૃતક શ્યામ સુંદર પાસવાનના મોટાભાઈ ગૌરી પાસવાને જણાવ્યુકે ગઈ કાલે મારો ભાઈ ચાલતો જઈ રહ્યો હતો ત્યારે તેને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા તેનું તે ઈજાગ્રસ્ત થયો હતો. આ અકસ્માત પલસાણા ઇટારવા(Accident palsana) થયું હતું. ત્યાંથી અમે લોકો 108માં સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા. અહીં તેમને યોગ્ય સારવાર આપવામાં આવી નહોતી. એક થી દોઢ કલાક સુધી એક પણ ડોક્ટર આવ્યા ન હતા. અન્ય બીજા ડૉક્ટર હતા તેમણે મલમપટ્ટી કર્યું હતું. તેમનાં માથામાં અને પગ ટુટી ગયો હતો. અમે મૂળ બિહારના દરભંગાના છીએ. આ માટે હું ડોક્ટરો અને ગાડીવાળાને જીમેદરી માનું છું. કારણ કે ડોક્ટર જો સમય ઉપર હોતે તો તેમનું ટ્રીકમેન્ટ થઇ શકતું હતું.
આ પણ વાંચોઃ Car Driver hit Woman in Surat: સુરતમાં વહેલી સવારે વોકિંગ પર ગયેલી મહિલાને કારે ટક્કર મારતાં મોત
પરિવારે આક્ષેપ કર્યો છે તો તપાસ ચોક્કસ કરવામાં આવશે - આ બાબતે નવી સિવિલ હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ ગણેશ ગોવેકર એ જણાવ્યુકે આ બાબતની મને ખ્યાલ નથી પણ હું ચોક્કસથી આ બાબતે રાતના સમય દરમિયાન ટ્રોમાં સેન્ટર ઉપર કોણ મૈન ડૉક્ટર હતું. તેઓ આ સમય દરમિયાન ક્યાં હાજર હતા. કારણકે હાલ તમામ ડોક્ટર હડતાળ ઉપર (Strike of doctors in Gujarat )છે એટલે કે હાલ ચાર્જ ક્યાં ડોક્ટરોને આપવામાં આવ્યો છે. તે પણ તપાસ કરવી પડશે. પરિવારે આક્ષેપ કર્યો છે તો તપાસ ચોક્કસ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Pardi Highway Accident: પારડી હાઇવે પર બાઇક ચલાકને અજાણ્યા વાહને ટક્કર મારતા ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત