સુરતઃ સચીન GIDC વિસ્તારમાં આવેલ તિરુપતિ બાલાજી સોસાયટીમાં રહેતી 25 વર્ષીય મહિલાએ ગતરોજ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંના(Suicide Case in Surat) સમાચાર સામે આવી રહ્યા છે. આ ધટનાની જાણ પાડોસીઓએ થતાં તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ લાવતા ટ્રોમાં સેન્ટરના ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કરી હતી.
આત્મહત્યા કરતા પેહલા નાના છોકરા વિશે વિચાર્યું નઈ
આ બાબતે મૃતકના પતિએ જણાવ્યુ કે, મને સાંજે ફોને આવ્યો કે આ રીતે મારી પત્ની આ પગલું ભર્યું છે. એટલે મને આધાત લાગ્યા કે અમારે ત્રણ સંતાનો છે. એમાં પાંચ વર્ષની એક છોકરી, બીજો છોકરો અઢી વર્ષનો છે અને સૌથી નાનો જે હાલ 10 મહિનાનો છે. સમાચાર મળતા હું તરત જ હોસ્પિટલે(Surat Civil Hospital) દોડી ગયો હતો. પરંતુ ત્યા હું પહોચ્યો તે પેલા મારી પત્નીનું મૃત્યુ થઈ ગયું હતું. મારી પત્નીએ આ પેહલા પણ આત્મહત્યાની કોશિશ કરી હતી. પરંતુ મને એ નથી સમજાતું કે અમારા પરિવારમાં કોઈ પ્રકારનું ઝઘડો નથી થયો તો આ પગલું કેમ ભર્યું. મારી પત્નીને એ વિચારના આવ્યા કે મારે એક 10 મહિનાનો છોકરો પણ છે.
10 મહિનાનું છોકરું રહેતું નથી. જેમ તેમ કરીને હું એને સાચવું છું
આ બાબતે મૃતકની માતાએ જણાવ્યુ કે મારી છોકરીએ(Woman Commits Suicide in Surat) શાં માટે આવું કર્યું મને કઈ જ ખબર નથી. આ દસ મહિનાનું છોકરું મારી પાસે રહેતું નથી. જેમ તેમ કરીને હું એને સાચવું છું.
સુરત પોલીસે તપાસ હાથ ધરી
સુરત સચીન GIDC વિસ્તારમાં મહિલા આત્મહત્યાની બનાવની પોલીસે જાણ થતાં સચિન GIDC પોલીસે ધટના સ્થળે દોડી આવી હતી. આત્મહત્યાની ધટના બાબતે સચિન GIDC પોલીસે(GIDC Sachin Police Surat) વઘુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Suicide Case in Surat : સચીન GIDC વિસ્તારમાં પિતાએ બાળકીને ઠપકો આપતા બાળકીએ કરી આત્મહત્યા
આ પણ વાંચોઃ Patan Merchant Commits Suicide : કાપડના વેપારીએ 7 વ્યાજખોરોના ત્રાસથી વિષપાન કર્યું