ETV Bharat / state

આફવા ગામ નજીક ટ્રકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો, 1 યુવકનું મોત

બારડોલી તાલુકાના આફવા ગામ નજીક શેરડી ભરેલી ટ્રકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઉમરાખ કોલેજના લેબ ટેકનિશયન બાઇક ચાલકનું ગંભીર ઇજા થતાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આફવા ગામ નજીક ટ્રકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો, 1 યુવકનું મોત
આફવા ગામ નજીક ટ્રકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો, 1 યુવકનું મોત
author img

By

Published : Dec 30, 2020, 6:50 PM IST

  • યુવકનું ટ્રક નીચે દબાય જતાં થયું મોત
  • લેબ ટેકનિશયનનું ગંભીર ઇજા થતાં ટૂંકી સારવાર દરમિયાન મોત
  • શેરડી ભરેલી ટ્રક બાઇકને અડફેટ લેતા સર્જાયો અકસ્માત

સુરતઃ બારડોલી તાલુકાના આફવા ગામ નજીક શેરડી ભરેલી ટ્રક બાઇકને અડફેટમાં લીધા બાદ પલટી મારી ગઈ હતી. જેમાં ટ્રકની નીચે દબાઈ જવાથી બાઇક ચાલક ઉમરાખ કોલેજના લેબ ટેકનિશયનનું ગંભીર ઇજા થતાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

અકસ્માતમાં યુવાનનું મોત

બારડોલી તાલુકાના વાંકાનેર ગામે રહેતા મિતેશભાઈ હેમંતભાઈ પટેલ ઉમરાખ ખાતે આવેલા વિદ્યાભારતી સંકૂલની એસ.એન.પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનૉલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં લેબ ટેકનિશયન તરીકે નોકરી કરતો હતો. મંગળવારના રોજ ઉમરાખ કોલેજમાં નોકરી પૂર્ણ કરી પોતાની બાઇક પર ઘરે વાંકાનેર જઈ રહ્યો હતો. તે સમયએ બારડોલી વાંકાનેર રોડ પર આફવા ગામની સીમમાં સામે થી પૂરઝડપે આવતી શેરડી ભરેલી ટ્રકે બાઇકને ટક્કર માર્યા બાદ ટ્રક પલટી મારી ગઈ હતી. યુવક બાઇક સાથે નીચે પટકાતાં ટ્રકની નીચે દબાઈ ગયો હતો.

સ્થાનિકોએ યુવકને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યો

અકસ્માતની જાણ થતાં જ આજુ-બાજુના ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને યુવકને તાત્કાલિક બહાર કાઢી બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ઘટના અંગે મૃતકના પિતરાઇ ભાઈ રોશન પટેલે બારડોલી પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. એક આશાસ્પદ યુવકનું મોત થતાં ગામમાં શોકની લહેર વ્યાપી ગઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.