- કેન્દ્ર સરકાર દ્વારા “ઘર તક દસ્તક” અભિયાન શરૂ કરવામાં આવ્યું
- મનપા દ્વારા કુલ 1700 લોકોને ઘરે ઘરે જઈને વેક્સીન આપવામાં આવી
- 61 ટકા લોકોને વેક્સીનના બંને ડોઝ અપાયા
સુરત : કોરોના સામે દેશના દરેક નાગરિકને વેક્સીન આપી સુરક્ષા કવચ(Safety shield) પૂરું પડવા માટે વેક્સીનેશન(Vaccination)ની કામગીરી ઝડપથી પુર્ણ કરવા કેન્દ્ર સરકાર દ્વારા “ઘર તક દસ્તક” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આજથી સુરત મહાપાલિકા પણ જોડાઈ છે. સુરત મનપા (Surat Municipal Corporation)દ્વારા જ આ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેમાં ઘરે ઘરે જઈને વેક્સીન લેવાની બાકી હોય એવા લોકોને વેક્સીન આપવાની કામગીરી કરવામાં આવશે. બુધવારથી શરૂ કરાયેલા આ અભિયાનમાં મનપા દ્વારા કુલ 1,700 લોકોને ઘરે ઘરે જઈને લોકોને વેક્સીન આપવામાં આવી હતી.
સુરતમાં 100 ટકા વસ્તીને વેક્સીનનો પ્રથમ ડોઝ
ભારત સરકારના સર્વે મુજબ તમામ 100 ટકા વસ્તીને વેક્સીનનો પ્રથમ ડોઝ આપવાનો લક્ષ્યાંક સૌપ્રથમ સુરત દ્વારા સર કરવામાં આવ્યો છે. શહેરમાં અત્યારસુધી 105 ટકા લોકોને વેક્સીનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જયારે 61 ટકા લોકોને વેક્સીનના બંને ડોઝ આપી દેવાયા છે. મનપા દ્વારા કુલ 36,36,932 લોકોને પ્રથમ ડોઝ અને 20,96,193 લોકોને બંને ડોઝ આપી દેવાયા છે.
હેલ્થ સેન્ટરોની કુલ 110 ટીમ બનાવવામાં આવી
શહેરમાં 13 લાખથી વધુ લોકોને વેક્સીનનો બીજો ડોઝ લેવાનો બાકી છે ત્યારે મનપા દ્વારા આ અભિયાન થકી લોકોના ઘરે દસ્તક દઈને વેક્સીન આપવાની કવાયત હાથ ધરવામાં આવી છે. પ્રત્યેક હેલ્થ સેન્ટર દીઠ 2-2 ટીમ એમ 55 જેતલ હેલ્થ સેન્ટરોની કુલ 110 ટીમ બનાવવામાં આવી છે. જેઓ દ્વારા આજે એક જ દિવસમાં કુલ 1,700 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી હતી. મનપાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે હાલ આ વેક્સીનેશન અભિયાન ચાલુ રહશે.
આ પણ વાંચોઃ PM Modi આજે RBIની 2 નવી ગ્રાહક કેન્દ્રિત પહેલો શરૂ કરશે
આ પણ વાંચોઃ Bharat Biotechની Covaxin કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ સામે 77.8 ટકા અસરકારક, રસીના ત્રીજા ટ્રાયલમાં સામે આવી માહિતી