સુરત: સુરતમાં બે દિવસ પહેલા બે એકટીવામાંથી સાપ નીકળવાની ઘટના સામે આવી હતી જેને સાંભળી લોકો ચોકી ગયા હતા અને ફરી એક વખત સુરતમાં આવી ઘટના સામે આવી છે જેના કારણે લોકો હવે સતર્ક રહેવાનું વધારે પસંદ કરશે. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ચંદન ઘો એટલે મોનીટર લિઝાર્ડ ફરતી જોવા મળી હતી જેને જોઈ સ્થાનિકોનો જીવ અધ્ધર થઈ ગયો. તાત્કાલિક જ જીવ દયા સંસ્થા પ્રયાસના હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી જાણ કરી હતી. ઘટનાની જાણ થતા પ્રયાસ સંસ્થાના વોલેન્ટિયર્સ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ ચંદન ઘોની શોધખોળ શરૂ કરી હતી.
સામાન્ય રીતે આ ચંદન ઘો એક ફૂટની હોય: સુરતના અડાજન વિસ્તાર ખાતે આવેલા શ્રીરામ પેટ્રોલ પંપ નજીક આવેલા એક એપાર્ટમેન્ટમાં આ ચંદન ઘોજોવા મળી હતી. તેને જોઈ બિલ્ડિંગમાં આફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો રહેઠાણ વિસ્તારમાં આ ખાસ પ્રકારની મોનિટર લિઝાર્ડ ભાગ્યે જ જોવા મળતી હોય છે. જ્યારે પ્રયાસ સંસ્થાને જાણ થઈ ત્યારે તેમના વોલેન્ટિયર એપાર્ટમેન્ટમાં પહોંચી ગયા હતા લોકોએ જણાવ્યું હતું કે ત્રણથી સાડા ત્રણ ફૂટની આ ચંદન ઘો છે. જોકે વોલેન્ટિયર્સ પણ વિશ્વાસ કરી રહ્યા નહોતા કારણ કે સામાન્ય રીતે આ ચંદન ઘો એક ફૂટની હોય છે.
અંદાજિત 4 કિલોની ચંદન ઘો: પ્રયાસ સંસ્થાના તીર્થ શેઠે જણાવ્યું હતું કે, સંસ્થાને કોડ મળ્યું હતું કે અડાજન વિસ્તાર ખાતે આવેલા એપાર્ટમેન્ટમાં મોનિટર લિઝાર્ડ ઘુસી આવી છે. અમે તાત્કાલિક તે અપાર્ટમેન્ટમાં પહોંચી ગયા હતા. ત્યાં લોકોએ જે સ્થળ બતાવ્યું ત્યાં અમે આ લિઝાર્ડની શોધખોળ કરી તેને પકડી પાડી હતી. તેને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે અમે છોડી આવ્યા છે. અને રીતે જ્યારે પણ આ ચંદન ઘો છે તે એક ફૂટની હોય છે અને તે પણ કોઈપણ રહેઠાણ વિસ્તારમાં જોવા મળતી નથી. આ અંદાજિત 4 કિલોની હતી. એટલું જ નહીં તે ત્રણથી સાડા ત્રણ ફૂટ લાંબી પણ હતી. અમે લોકોને કહેવા માંગીશું કે તેઓ જ્યારે પણ કોઈ પણ આવા પશુ-પક્ષીને જોએ જે શહેરમાં જોવા મળતા નથી તે અંગે તાત્કાલિક જીવ દયાસંસ્થા જણાવે અને પોતે રેસક્યુ કરવાનો પ્રયત્ન ન કરે.