ETV Bharat / state

સુરતના જ્વેલર્સ શોપમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ

ગુજરાતમાં સુરત હવે અપરાધ માટે પાટનગર બની ગયો હોય એવું લાગી રહ્યું છે. શહેરના વરાછા વિસ્તારમાં ધોળા દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટની ઘટનાથી ચકચાર મચી છે. શહેરભરમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે સુરત પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કડક તપાસ હાથ ધરી છે.

surat
surat
author img

By

Published : Feb 23, 2020, 8:20 PM IST

સુરતઃ શહેરનાના વરાછા વિસ્તારમાં ધોળા દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ થયાની ઘટના સામે આવી છે. ત્યારે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં સુરત પોલીસે ઘટના સ્થળ પહોંચીને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. આ સમગ્રાર ઘટના વરછા વિસ્તારમાં આવેલા અમર જવેલર્સના CCTV કેદ થઈ છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના જ્વેલર્સ શોપમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ
મળતી માહિતી પ્રમાણે, શહેરના મિનિબજાર ખાતે આવેલા અમર જવેલર્સમાં લૂંટારું બંદૂક લઈ જવેલર્સની દુકાનમાં લૂંટ કરવા ઘુસ્યા હતા. જેમાં ત્રણ લોકો દ્વારા પાંચ રાઉન્ડમાં ફાયરિંગ કરવામાં આવી હતી. તે દરમિયાન 3 પૈકી એક આરોપીને લોકોએ ઝડપી પાડ્યો હતો. જો કે, હજુ 2 આરોપી ફરાર છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળ પહોંચી તપાસ હાથ ધરી હતી. તેમજ ફાયરિંગ ઈજા થયેલા વ્યક્તિને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડ્યો હતો.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ ડોગ સ્કવોડની મદદ લઈ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.