ETV Bharat / state

સુરતમાં ખેડૂતના ઘરમાંથી 2 લાખના વિદેશી પોપટની જોડીની થઇ ચોરી - theft of a pair of exotic parrots

સુરતમાં ચોરી થઇ છે ખેડૂતના ઘરમાં. પરંતુ ચોરીમાં ચોરોએ પૈસાની નહી પરંતુ 2 લાખના રુપિયાના વિદેશી પોપટની જોડીની ( theft of a pair of exotic parrots)ચોરી કરી છે. ખેડૂતે આ મામલે સુરત જાગીરપુરા પોલીસ સ્ટેશનમાં (Surat Jagirpura Police) ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

લો બોલો...સુરતમાં ખેડૂતના ઘરમાંથી 2 લાખના વિદેશી પોપટની જોડીની ચોરી

author img

By

Published : Nov 21, 2022, 2:20 PM IST

સુરત અવારનવાર તમે ચોરીના બનાવો સાંભળ્યા હશે. પરંતુ સુરતમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ખેડૂતના ઘરમાંથી 2 લાખના રુપિયાના વિદેશી પોપટની જોડીની ( theft of a pair of exotic parrots) ચોરી થઇ ગઇ છે. જી, હા વાંચીને તમને પણ નવાઇ લાગી હશે કે આ ચોરોએ તો પક્ષીઓને પણ હવે મુક્યા નથી. ત્યારે આ ખેડૂતે સુરતના જાગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ અંગે સુરત જાગીરપુરા પોલીસએ આરોપીની (Surat Jagirpura Police) શોધખોળ શરૂ કરી છે.

પક્ષીઓ ચોરાઈ ગયા સુરતના રાંદેર ગામ અંબાજી ચોક પાસે રહેતા ખેડૂત વિશાલ જીતેન્દ્ર પટેલે પોતાના બે વિદેશી પક્ષીઓ ચોરાઈ ગયા હોવાની ફરિયાદ સુરત જહાંગીરપુરા પોલીસ મથકમાં નોંધાવી છે. તેઓની વેરીયાવ ગામ પાસે જમીન આવેલી છે. તે જમીનમાં તેઓ ખેતી કરે છે. તેઓએ વાડીનું નામ મિત્રોની વાડી રાખ્યું હતું. જે વાડીમાં તેઓનું પક્ષીઘર આવ્યું હતું. તેઓને વિદેશી પક્ષીઓ રાખવાનો શોખ હોય વર્ષ 2014 માં કોલકાતાથી સકાર લેટ મકાઉ પોપટ એટલે કે વિદેશી પોપટની જોડી તેઓ ખરીદી કરી સુરત લાવ્યા હતા. તેઓ છેલ્લા 8 વર્ષથી આ પોપટની જોડીને (exotic parrots) પાળતા હતા. તેમજ તેઓની વાડીમાં જુદા જુદા ઘણા વિદેશી પક્ષીઓ તથા આઠ પાલતું શ્વાન પણ રાખ્યા છે. અને તેઓની સાર સંભાળ કરતા હતા.

લોખંડની જાળી કાપી લોખંડની જાળી કાપી 2 લાખની કિમતના પોપટની ચોરી આ ઘટનાની તપાસ કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અભિજીતસિંહ પ્રદીપસિંહ ધરિયા એ જણાવ્યું હતું કે, ફરિયાદીએ જણાવ્યું હતું કે તારીખ 26 ઓક્ટોબરના રોજ વાડીના અલગ રૂમમાં લોખંડની જાળી કાપી 2 લાખની કિમતના પોપટની ચોરી થઇ હતી. અજાણ્યો ઇસમ પોપટની જોડી ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર મામલે ફરિયાદ લઈ અમે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.