ETV Bharat / state

Ramnavami: હિન્દૂ સંગઠન દ્વારા ફોસ્ટા ડિરેક્ટરના મોઢા પર કાળી શાહી ફેંકાઈ

રામ નવમીના પર્વ પર સુરત ટેક્સટાઇલ માર્કેટ બંધ નહીં રાખવાના નિર્ણયના વિરોધમાં આજે હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના ડિરેક્ટર મનોજ અગ્રવાલના મોઢા પર કાળી શાહી ફેંકવામાં આવી હતી. જેને લઈને આખરે ફોસ્ટા દ્વારા રામનવમી પર્વ પર જાહેર બંધનું એલાન કરવામાં આવ્યું હતું.

Ramnavami: હિન્દૂ સંગઠન દ્વારા ફોસ્ટા ડિરેક્ટરના મોઢા પર કાળી શાહી ફેંકાઈ
Ramnavami: હિન્દૂ સંગઠન દ્વારા ફોસ્ટા ડિરેક્ટરના મોઢા પર કાળી શાહી ફેંકાઈ
author img

By

Published : Mar 29, 2023, 7:27 PM IST

હિન્દૂ સંગઠન દ્વારા ફોસ્ટા ડિરેક્ટરના મોઢા પર કાળી શાહી ફેંકાઈ

સુરત: સુરત ટેક્સટાઈલમાં રામનવમી પર્વ માર્કેટો બંધ રહેશે કે નહીં આ અંગે છેલ્લા ઘણા સમયથી વિવાદ સર્જાયો હતો. હિન્દુ સંગઠનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી કે, રામ નવમી પર્વ પર શહેરની તમામ કાપડ માર્કેટ બંધ રાખવા માટે ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવે.

આ પણ વાંચો: Vadodara News: વરસાદનું પાણી ક્યાં નીકળશે અને ક્યાં અટકશે તે માટે તંત્રએ કરી પૂર્વ તૈયારીઓ

હિન્દુ સંગઠનો દ્વારા બેઠકનું આયોજન: જો કે બીજી તરફ એસોસિએશનને અગાઉ પણ જાણ કરી હતી કે રામનવમીના દિવસે સુરત કાપડ બજાર બંધ રહેશે નહીં. આ અંગે વિવાદ વધતા હિન્દુ સંગઠનો અને ફોસ્ટાના પદાધિકારીઓ દ્વારા આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ સહિત શહેરના અન્ય હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

મનોજ અગ્રવાલ પર કાળી શાહી ફેંકાઈ: ફેડરેશન ઓફ ટ્રેડર્સ એસોસિએશનના પદાધિકારીઓ અને હિંદુ સંગઠનના સભ્યો દ્વારા રામનવમીના પર્વ પર ટેક્સ્ટાઇલ માર્કેટ બંધ રહેશે કે નહીં આ અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. એસોશિએશન તરફથી જણાવવામાં આવ્યું હતું કે, આ દિવસે કાપડ માર્કેટ બંધ રહેશે નહીં. બીજી તરફ હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, એસોસીએશનના માર્કેટ બંધ રહે અને આ માટે નિર્ણય બહાર પાડે. વિવાદ વધતા એસોસિએશનના ડિરેક્ટર મનોજ અગ્રવાલના મોઢા પર હિન્દુ સંગઠનના કાર્યકર્તા દ્વારા કાળી શાહી ફેંકવામાં આવી હતી.

આ પણ વાંચો: Madhavpur National Level Fair 2023 : માધવપુર રાષ્ટ્રીય કક્ષાના મેળાનું CM ભુપેન્દ્ર પટેલ કરશે ઉદ્દઘાટન, તંત્ર દ્વારા તડામાર તૈયારી

રામનવીના પર્વ પર જાહેર રજા ની જાહેરાત: હિન્દુ સંગઠનના સભ્ય જય શર્માએ જણાવ્યું હતું કે, જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આવી છે તેમના શાસનકાળમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારથી જ અમારા સનાતન ધર્મમાં એકતા આવી છે. રામનવમીના પર્વની દેશમાં હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉપલક્ષ પર અમે ટેક્સટાઇલ માર્કેટની મોટી સંસ્થા ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનને નિવેદન કર્યું હતું કે, રામનવીના પર્વ પર જાહેર રજા ની જાહેરાત કરવામાં આવે. પર્વને લોકો મોટી સંખ્યામાં એકસાથે ઉજવી શકે આ માટે રજાની જાહેરાત કરાય.

કાપડ માર્કેટને બંધ રાખવાનો નિર્ણય: બીજી બાજુ તેઓએ જણાવ્યું હતું કે ,અમારી આ રજૂઆત તેઓએ માની નહોતી. તેઓ અમારી વાત નહીં માની ને બીજી વાત કરવા લાગ્યા હતા. અમને લોલીપોપ આપી રહ્યા હતા, જે અમને સ્વીકાર્ય નહોતું. જેથી અમે તેમની ઉપર કાળી શાહી ફેંકી હતી. જો કે ત્યારબાદ ફોસ્ટા તરફથી અમારું માન રાખી રામનવમીના પર્વ પર શહેરની તમામ કાપડ માર્કેટને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.