- રસ્તામાં ચાલતા જતાં રાહદારીઓને નિશાન બનાવવામાં આવતા હતા
- મોંઘા મોબાઈલ સસ્તામાં આપવાની લાલચ આપવામાં આવતી
- કાચના ટુકડા કવરમાં મૂકી કવરને ફેવિક્વિકથી ચોંટાડી દઈ ઠગાઈ કરતા
સુરતઃ જિલ્લાના કડોદરા પોલીસ સ્ટાફના માણસોએ આંતર રાજ્ય ગેંગ ઝડપી પાડી છે. આ ગેંગ ઓરિજિનલ મોબાઈલ બતાવી ચેનવાળા રેક્ઝિન કવરમાં મૂકેલા મોબાઈલની સાઈઝનો કાચનો ટૂકડો પધરાવી હાથ ચાલાકીથી ઠગાઈ કરતા હતા. આ ગેંગ પાસેથી પોલીસે 15થી વધુ મોબાઈલ તેમ જ રોકડ મળી રૂપિયા 2.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 7 આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 2.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે બાતમીને આધારે કડોદરા પોલીસે કડોદરા નીલમ હોટલ પાસેથી ટીવી સ્ક્રીન પર દેખાતા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ પાસેથી વિવિધ કંપનીના 15થી વધુ મોબાઈલ, રૂપિયા 30,000 રોકડા અને 3 મોટર સાયકલ મળીને કુલ રૂપિયા 2.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ 7 આરોપીઓની ધરપકડ કરી હતી. ઠગ ટોળકી રસ્તે ચાલતા રાહદારીઓને ગ્રાહકોને મોંઘા ભાવના ઓરિજિનલ મોબાઈલ સસ્તામાં આપી દેવાની લાલચ આપી બદલામાં કાચનો ટૂકડો કવરમાં મૂકી પધરાવી દેતા હતા. મોબાઈલ ખરીદનાર ગ્રાહક કંઈક સમજે એ પહેલાં આ ટોળકી મોટર સાયકલ લઈને ફરાર થઈ જતી હતી.

પોલીસે આ આરોપીઓની કરી ધરપકડ
- આસ મોહમદ અનવાર હલવાઈ (હાલ રહે. કડોદરા નીલમ હોટલની ઉપર આવેલ રૂમમાં, તા. પલસાણા, મૂળ રહે. મુઝફ્ફર નગર સિટી, યુપી)
- મહંમદ ઈર્શાદ ઇઝહાર શેખ (રહે. કડોદરા નીલમ હોટલની ઉપર, તા. પલસાણા, મૂળ રહે. યુપી)
- મહંમદ અઝીમ ઈસ્લામ મુસ્લિમ (રહે. કડોદરા નીલમ હોટલની ઉપર, તા. પલસાણા, મૂળ રહે. યુપી)
- ઈસરાર ગુલસેર દરજી (રહે. નીલમ હોટલ કડોદરા, મૂળ રહે. યુપી)
- મોહંમદ જાબીર ફરજંદઅલી ઈદીરહી (રહે. મુઝફ્ફરનગર ખાલાપાર્ક, યુપી, હાલ રહે. કડોદરા, પલસાણા)
- મોહંમદ જાવેદ અબ્દુલ ફરીદી (રહે. નીલમ હોટલ કડોદરા, મૂળ રહે. યુપી)
- મહંમદ સેઝાદ હમીદ હલવાઈ (રહે. કડોદરા નીલમ હોટલની ઉપર, તા-પલસાણા, મૂળ રહે. યુપી)