- સુરત ગ્રામ્યમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે રસીકરણ
- સુરત ગ્રામ્યમાં વધુ 2389 લોકોને આપવામાં આવી કોરોના રસી
- સૌથી વધુ રસી 45થી59 વર્ષની વચ્ચેના લોકોએ લીધી
સુરતઃ કોરાના વાયરસનું સંક્રમણ ઘટે અને કોરાના સામે લોકોને રક્ષણ મળી રહે તે માટે હાલ આરોગ્ય વિભાગ દ્વારા સુરત જિલ્લામાં યુદ્ધના ધોરણે કોરાના રસી લગાવવામાં આવી રહી છે. ત્યારે ગુરૂવારે ગ્રામ્યમાં 2389 લોકોને કોરાના રસી મુકવામાં આવી હતી, જેમાં 1 હેલ્થવર્કર ફર્સ્ટ અને 2 એ સેકેન્ડ ડોઝ લીધો હતો. 24 ફ્રન્ટલાઈન વર્કરે ફર્સ્ટ અને 30એ સેકેન્ડ ડોઝ લીધો હતો. 45થી59 વર્ષના 1775 લોકોએ ફર્સ્ટ અને 156 લોકોએ સેકેન્ડ ડોઝ લીધો હતો. 60 વર્ષથી ઉપરના 338 લોકોએ ફર્સ્ટ અને 63 લોકોએ સેકેન્ડ ડોઝ લીધો હતો.
આ પણ વાંચોઃ સુરત ગ્રામ્યમાં બુધવારે કોરાનાના વધું 75 પોઝિટિવ કેસ નોંધાયા
સૌથી ઓછી રસી ઉમરપાડા તાલુકાના લોકોએ લીધી
આરોગ્ય વિભાગના જણાવ્યાં મુજબ સૌથી ઓછી રસી ઉમરપાડા તાલુકાના લોકોએ લીધી હતી. ઉમરપાડામાં માત્ર 48 લોકો જ રસી લેવા આવ્યાં હતા. જ્યારે અન્ય તાલુકાની વાત કરીએ તો ચોર્યાસી 355, કામરેજ 327, પલસાણા 490, ઓલપાડ 413, બારડોલી 235, માંડવી 60, માંગરોળ 103, મહુવામાં 358 લોકોએ રસી લીધી હતી.