ETV Bharat / state

બારડોલીમાં ઇલેક્ટ્રોનિક્સના ગોડાઉનમાં આગ લાગી, નવા ઉપકરણો બળીને ખાખ - fire broke out

બારડોલીના એમ.એન.પાર્ક સોસાયટી નજીક આવેલા એક ગોડાઉનમાં બુધવારે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. બારડોલી ફાયરની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ગોડાઉનમાં ફ્રીજ, એસી, ટીવી, વોશિંગ મશીન ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો મુકેલા હતા. આ તમામ સામાન આગમાં બળીને ખાખ થઈ જતા વેપારીને મોટું નુકસાન થયું હોવાની આશંકા છે.

બારડોલીમાં ઇલેક્ટ્રોનિક્સના ગોડાઉનમાં લાગી આગ, નવા ઉપકરણો બળીને ખાખ

author img

By

Published : Oct 7, 2020, 6:55 PM IST

બારડોલી: બારડોલીમાં એમ.એન.પાર્ક સોસાયટી નજીક ઈલેક્ટ્રોનિકસ ઉપકરણો ગોડાઉનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ બારડોલી ફાયર બ્રિગેડને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગમાં ફ્રીજ, ટી.વી, એ.સી તેમજ અન્ય સામાન બળીને ખાખ થઈ જતાં મોટું નુકસાન થયું છે.

બારડોલીમાં ઇલેક્ટ્રોનિક્સના ગોડાઉનમાં લાગી આગ, નવા ઉપકરણો બળીને ખાખ
બારડોલીમાં ઇલેક્ટ્રોનિક્સના ગોડાઉનમાં લાગી આગ, નવા ઉપકરણો બળીને ખાખ

મળતી માહિતી અનુસાર બારડોલીની એમ.એન.પાર્ક સોસાયટી નજીક સરજુ ઈલેક્ટ્રોનિકસના ગોડાઉનમાં બપોરના સમયે અચાનક આગ લાગી હતી. આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોત જોતામાં લાગેલી આગ આખા ગોડાઉનમાં પ્રસરી ગઈ હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ટી.વી, ફ્રીઝ, એ.સી સહિત અન્ય ઉપકરણો ભરેલ ગોડાઉનમાં લાગેલ આગની જાણ બારડોલી ફાયર ઓફિસર પી.બી.ગઢવી સહિત ચીફ ફાયરમેન હર્ષિત પટેલને થતા તેઓ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. અંદાજે અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી કુલિંગ પ્રક્રિયા શરૂ કરી હતી.

ગોડાઉનના માલીક કાંતિભાઈ પટેલના જણાવ્યા મુજબ શોર્ટ સર્કિટના કારણે ગોડાઉનમાં આગ લાગી હતી. જો કે, આગમાં કેટલાનું નુકસાન થયું તે હજુ સુધી જાણી શકાયું નથી. આ આગમાં ઈલેક્ટ્રોનિકસ સામાન બળીને ખાખ થતા મોટું નુકશાન થયું હોવાનો અંદાજ સેવાઇ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.