સુરત : શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના ભટાર વિસ્તારમાં આવેલ ગોકુળ નગર પાસે આજે સાવરે જ ત્રણ વર્ષનો બાળક ઘરની બહાર રમી રહ્યો હતો. ત્યારે અચાનક એક શ્વાને તેના ઉપર હુમલો કર્યો હતો. બાળકને માથાના ભાગે, કાન પર બચકા ભરતા તે બૂમો પાડવા લાગ્યો હતો. આ જોઈ પરિવારના લોકો દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં હાલ બાળકની સારવાર ચાલી રહી છે.
બાળક પર શ્વાનનો હુમલો : આ બાબતે બાળકના પિતા પ્રફુલ નિમરે જણાવ્યું કે, આજે સવારે 8 વાગ્યાંની આસપાસ પ્રિન્સ બહાર વરસાદ રમી રહ્યો હતો. અને ત્યારે જ તેની બૂમો સંભળાવા લાગી હતી. જેથી હું અને મારાં પિતા બહાર નીકળીયા હતા. તો એક શ્વાને તેની ઉપર હુમલો કર્યો હતો. અમે જતાજ શ્વાન ભાગી ગયો હતો. સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેને સારવાર આપવામાં આવી રહી છે. જો અમે સમયસર ન પહોચ્યા હોત તો શ્વાન આખા શરીર ઉપર પણ બચકા ભરી લેત.
બાળકને હોસ્પિટલમાં ખસેડાયો : નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો.કેતન નાયકે જણાવ્યું કે, હોસ્પિટલમાં ડોગ બાઈટ તો નહિ પરંતુ અન્ય કોઈ પલતું પ્રાણી અને જો ડોગના નખ પણ વાગ્યાં હોય તો પણ એઆરવી વેકેશીન આપવામાં આવે છે. એટલે કે રોજના 30થી 40 કેસ આ પ્રકારના આવે છે. આજનો જે કેસ આવ્યો છે બાળક વાળો એમાં અમે પાલિકાને જાણ કરી છે હવે તેઓ ડોગ પકડવાની ટીમ તે સ્થળ ઉપર મોકલશે.
દૈનિક 40થી 50 કેસ નોંધાય છે : છેલ્લાં ત્રણ-ચાર મહિનામાં શહેરમાં બે બાળકોને રખડતાં કૂતરાના હુમલામાં જીવ ગુમાવ્યા છે. તો 1 મહિના પેહલા જ 18 વર્ષીય કિશોરીને અને 45 વર્ષીય યુવકને હડકવા થઇ જતા તેમનું મોત નીપજ્યું હતું. થોડા મહિના પેહલા જ ઉધના વિસ્તારમાં એક યુવક રાતે પોતાના અંગત કારણસર બહાર જઈ રહ્યો હતો ત્યારે તેમની ઉપર બે થી ત્રણ કુતરાઓએ હુમલો કરી પગના થાપાની બાજુએ બચકું ભરી લીધું હતું. જોકે સુરતની સિવિલ અને સ્વીમેર હોસ્પિટલમાં દૈનિક 40થી 50 કેસ સામે આવી રહ્યા છે. જેને લઈને બંને હોસ્પિટલોમાં અલગ એક વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે.