સુરત : દેશમાં ત્રણ દિવસ બાદ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. દેશની બેહનો માટે સુરત ટ્રાફિક અવરનેસ ગ્રુપ તથા લાઇન્સ ગ્રુપ દ્વારા આશરે 160 સ્કવેર ફૂટની લાંબી બિગેસ્ટ ફૂડ રાખડી બનાવામાં આવી છે. જે અનોખો વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. આ રાખડી ઉપર ફૂડ અને છપ્પનભોગ લગાવવામાં આવ્યા હતા. આ રાખીના તહેવારને વિશ્વ સ્તર સુધી પહોંચાડવા માટે આ રાખડી બનાવવામાં આવી છે. આનો ઉદ્દેશ્ય મહિલાઓ પ્રત્યે સન્માન વધારવા માટે બનાવવામાં આવી છે.
160 સ્કવેર ફૂટની રાખડી બનાવાઇ : આ બાબતે સુરત ટ્રાફિક અવરનેસ ગ્રુપના મેમ્બર અરુણ લાઉટે જણાવ્યું કે, આજે સુરતના સાઇન્સ સેન્ટર ખાતે એક અલગ વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. બિગેસ્ટ ફૂડ રાખડી બનાવા પાછળનું કારણ મહિલાઓનું સન્માન કરવાનું છે. ત્યારે લાઇન્સ ક્લબ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે, જેનું મેયર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેની સાથે 350 જેટલી બહેનોને અહીં ભોજન કરાવવામાં આવ્યું છે અને તેમને અહીંથી સાડી પણ આપવામાં આવી છે. આ એક રાખડી બનાવવામાં આવી છે, રાખડીના સ્વરૂપમાં એક આખું સ્ટ્રક્ચર બનાવામાં આવ્યું છે.
રાખડીને લઇને બનશે વિશ્વ રેકોર્ડ : રાખડીનો તહેવાર ભારતીય સંસ્કૃતિને વિશ્વ સ્તર સુધી પહોંચાડવા માટે તથા મહિલાઓ પ્રત્યે સન્માન વધારવા માટે આ રાખડી બનાવવામાં આવી છે. વધુમાં જણાવ્યું કે, આ રાખડીમાં મહિલાઓને લગતી ભારત સરકારની તમામ યોજનાઓ લખવામાં આવી છે. જેથી તેઓ પોતાના ભવિષ્યમાં આગળ વધી શકે છે અને તેની ઉપર જે ફૂડ અને 56 ભોગ લગાવવામાં આવ્યા છ, જે તેઓને ખવડાવામાં આવ્યા હતા. આ રાખડીના તહેવાર ભારતીય સંસ્કૃતિને વિશ્વ સ્તર સુધી પહોંચાડવા માટે આ રાખડી બનાવવામાં આવી છે.