ETV Bharat / state

સુરતમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો, 24 કલાકમાં 15 વૃક્ષો ધરાશાહી - monsoon in gujarat 2021 forecast

સુરત શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ બોલાવી છે. જેને લઈને સમગ્ર સુરત પાણી-પાણી થઈ ગયું હતું. આ ઉપરાંત રાત્રિના સમયે સુરત શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ વરસતા સુરત શહેરમાં ઝાડ પડવાની ઘટનાઓ પણ સામે આવી હતી.

સુરતમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો
author img

By

Published : Jul 19, 2021, 2:10 PM IST

  • સુરતમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો
  • 24 કલાકમાં 15 જેટલા વૃક્ષો ધરાશાહી
  • ઉકાઈ ડેમની સપાટી 11 કલાકે 314.05 ફૂટ

સુરત : શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ બોલાવી છે. જેને લઈને સમગ્ર સુરત પાણી-પાણી થઈ ગયું હતું. આ ઉપરાંત રાત્રિના સમયે સુરત શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો બીજી તરફ તંત્રની ટીમ દોડતી થઇ ગઇ હતી. આ ઉપરાંત સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 15 જેટલા વૃક્ષો ધરાશાહી થવાની ઘટનાઓ પણ સામે આવી હતી.

સુરતમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો
સુરતમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો

અંધાર પટ વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ શરુ

હવામાન વિભાગની આગાહીને પગલે સુરતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રવિવારની વહેલી સવારથી જ સુરત શહેરમાં અંધાર પટ વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ શરુ થયો હતો. આ ઉપરાંત રાત્રિના સમયે સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈને સુરતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

શહેરમાં ઝાડ પડવાની ઘટનાઓ

વરસાદના કારણે પાણી ભરાઈ જતા મેયર સહિત ફાયર અને મનપાના અધિકારીઓ આખી રાત દોડીને કામગીરી કરી હતી. આ ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ વરસતા સુરત શહેરમાં ઝાડ પડવાની ઘટનાઓ પણ સામે આવી હતી. સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અને ગાજવીજ સાથે સુરતમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.

સુરતમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો
સુરતમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો
સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

બારે મેઘ ખાંગા થતા સમગ્ર સુરત શહેર પાણી પાણી થઇ ગયું હતું. રવિવારથી વ્હેલી સવારે શરૂ થયેલો વરસાદ સોમવારે પણ યથાવત રહ્યો હતો. રવિવારે રાતે સુરતમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસયો હતો. જેને લઈને સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં લીંબાયત મીઠી ખાડી, હોડી બગલા, લીંબાયત ગરનાળા, સણીયા હેમાદગામ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.

સણીયા, હેમાદગામ બેટમાં ફેરવાયું

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અને ગાજવીજ સાથે સુરતમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ સુરતના છેવાડે આવેલા સણીયા, હેમાદગામ બોટમાં ફેરવાઈ ગયું હતું. અહીં કમરસુધીના પાણી ભરાઈ જવા પામ્યા હતા. દર વર્ષે અહીં પાણી ભરાવવાની સમસ્યા યથાવત છે.

સુરતમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો
સુરતમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો

4 વર્ષથી પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે

અહીં કમર સુધી પાણી ભરાઈ ગયા હતા એટલું જ નહિ પણ અહી મંદિર પણ અર્ધું ડૂબી ગયું હતું. આ ઉપરાંત ગામમાં આવવા જવાનો રસ્તો પણ બંધ થઇ ગયો હતો. જેને લઈને અહીંના રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. એટલું જ નહિ અહીં રહીશોએ જણાવ્યું હતું કે, છેલ્લા 4 વર્ષથી આવી જ રીતે અહીં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે. અહીં પાણી ભરતા લોકોના ઘરમાં પણ પાણી ઘુસી ગયા હતા.

24 કલાકમાં 15 વૃક્ષ ધરાશાહી

છેલ્લા 24 કલાકમાં સુરતમાં ધોધમાર વરસાદ વરસાદ ગાજવીજ સાથે વરસ્યો હતો. શહેરમાંં ઝાડ પડવાની ઘટનાઓ પણ સામે આવી હતી. છેલ્લા 24કલાકમાં શહેરમાંં અલગ-અલગ જગ્યાએ 15 જેટલા વૃક્ષો ધરાશાહી થયા હતા. જેને લઈને ફાયર વિભાગ સતત દોડતું થયું હતું.

સુરતમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો
સુરતમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો

વૃક્ષો ધરાશાહી થયા છે ત્યાં કામગીરી હાથ ધરાઇ

ભારે પવન સાથે વરસાદ વરસતા સોસાયટીમાં, જાહેર રોડ પર વૃક્ષો ધરાશાહી થવાની ઘટનાઓ સામે આવી હતી. બીજી તરફ ફાયર વિભાગે જણાવ્યું હતું કે, વૃક્ષો ધરાશાહી થવાના કોલ મળતા જ આખી રાત અને દિવસ ફાયર વિભાગની ટીમ દોડતી રહી હતી. જ્યાં-જ્યાં વૃક્ષો ધરાશાહી થયા છે ત્યાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

12 કલાકમાં આઠ ઈંચ જેટલો ધોધમાર વરસાદ

શહેર અને જિલ્લામાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવનને માઠી અસર પહોંચી હતી. રવિવારે સાંજે 6:00થી સોમવાર સવારે 6:00 વાગ્યાના 12 કલાકમાં આઠ ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી પરવત ગામના પાદર ફળિયામાં પાણી ભરાઈ ગયાં હતા.

15 પરિવારનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું

લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી જતાં 15 પરિવારનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું. સ્લમ ઈમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન દિનેશ રાજપૂરોહિતને ઘટનાની જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેઓએ તમામ પરિવારોનું સ્થળાંતર કર્યું હતું. તમામ પરિવારને મનપાની સરકારી શાળામાં ખસેડવામાં આવ્યા હતા અને તેઓને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરી હતી.

સુરતમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો

મેયર સહિત અધિકારીઓ આખી રાત દોડ્યા

ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થયું હતું. બીજી તરફ આખી રાત મેયર હેમાલીબેન બોઘવાલા, મનપાના અધિકારીઓ, ફાયરના અધિકારીઓ અને કોર્પોરેટરો દોડતા થયા હતા. તથા પોતાના વિસ્તારોમાં કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત જિલ્લામાં અનેક સ્થળે વીજપોલ પડવાના અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી. સુરત જિલ્લાની નદીઓમાં પણ નવા નીર આવ્યા હતા. જિલ્લામાં સતત 12 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. તાપી નવસારી અને વલસાડ જિલ્લામાં પણ અવિરત વરસાદ વરસ્યો હતો.

ઉકાઈ ડેમની સપાટી બપોરે 11 કલાકે 314.05 ફૂટ

ગુજરાતમાં ચોમાસું બરોબરનું જામ્યું છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે તંત્રના જણાવ્યા અનુસાર, ઉકાઈ ડેમની સપાટી બપોરે 11 કલાકે 314.05 ફૂટ પર પહોંચી હતી. ડેમમાં પાણીની આવક 10,842 ક્યુસેક નોંધાઈ છે. જયારે માત્ર 640 ક્યુસેક જાવક છે. આ ઉપરાંત સુરતમાં આવેલો વિયરકમ કોઝવેની સપાટી 5.75 મીટર પર પહોંચી છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. 6 મીટરને પાર કરતા જ કોઝવે વાહનવ્યવહાર માટે બંધ કરવો પડે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.