ETV Bharat / state

સુરત હીરા ઉદ્યોગ માટે આશાનું કિરણ, બેલ્જીયમના એન્ટવર્પની 600 જેટલી હીરાની ઓફિસો શરૂ - diamond offices will be started

હીરા ઉદ્યોગ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. હોંગકોંગ બાદ બેલ્જીયમના એન્ટવર્પની 600 જેટલી હીરાની ઓફિસો શરૂ થવા જઈ રહી છે. હોંગકોંગ બાદ આજથી બેલ્જીયમનું માર્કેટ પણ કાર્યરત થયું છે.

હીરાની ઓફિસો શરૂ થતા સુરત હીરા ઉદ્યોગ માટે આશાની કિરણ

author img

By

Published : May 11, 2020, 2:45 PM IST

Updated : May 11, 2020, 4:29 PM IST

સુરત : એન્ટવર્પમાં આવેલી હીરાની 600 ઓફિસો આજે સોમવારથી ખુલી થઈ છે. એન્ટવર્પમાં ઓફિસો ખુલતા સુરતના અટવાયેલા પાર્સલ આગળ જશે. દરમિયાન મેન્યુફેક્ચરિંગમાં કામદારોને 15 મીટરનું અંતર જાળવી કામ શરૂ કરવા ત્યાના સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.

બેલ્જીયમના એન્ટવર્પની ઓફિસો ખુલતા સુરત-મુંબઈની મોટી ડાયમંડ કંપનીઓની રફ ડાયમંડ સપ્લાય અટકી હતી તે ક્લિયર થશે. સુરત-બેલ્જીયમનો વર્ષે 6 બિલિયનનો વેપાર છે. એન્ટવર્પમાં સોમવારથી બ્રોકર, કુરિયર સર્વિસ પણ શરૂ થશે.

બેલ્જીયમના એન્ટવર્પની 600 જેટલી હીરાની ઓફિસો શરૂ

માર્ચમાં પોલીશ્ડ ડાયમંડનો ઈમ્પોર્ટ વેપારમાં 73 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે રફનો એકસપોર્ટ 51.3 ટકા રહ્યો હતો. એન્ટવર્પમાં આજથી શરૂ થવા જઈ રહેલા વેપારને પગલે સુરતના હીરા ઉદ્યોગને સીધો લાભ થવાનો છે.

આ સમગ્ર પરિસ્થિતિને કારણે ડાયમંડની ડિમાન્ડ પણ વધે તેવી શક્યતા છે. મહત્વની વાત છે કે સુરતનો હીરા ઉદ્યોગ રાબેતા મુજબનો થવામાં હજુ બે માસથી અઢી માસ જેટલો સમય લાગી શકે છે તેવી વાત જીજેપીસીના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું છે. હાલ સુરત રેડ ઝોન તરીકે છે અને ગ્રીન ઝોનમાં આવ્યા બાદ ઉદ્યોગો ધમધમતા થવાની આશા છે.

Last Updated : May 11, 2020, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.