- વેક્સિનેશન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની સૂચનાથી અમલ બાબતે આયોજનો શરૂ
- રાજ્ય સરકારની સુચના મુજબ હેલ્થ વર્કરો બાદ ફ્રન્ટલાઈન વર્કર્સને અપાસે
- 544 વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવશે
સુરતઃ કોવિડ વેક્સિનેશન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની સૂચનાથી તમામ શહેર-જિલ્લામાં સંગ્રહ તથા તેના અમલ બાબતે આયોજનો શરૂ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની સુચના મુજબ હેલ્થ વર્કરો બાદ ફ્રન્ટલાઈન વર્કર્સને 40 વર્ષથી વધુ ઉંમર અને 50 વર્ષથી ઓછી ઉંમરના કો મોરબીડિટી ધરાવતા લોકોનો ડોર ટુ ડોર સર્વે સુરત મનપા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં 544 વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવશે. આ વેક્સિનેશન સેન્ટર પર કામગીરી માટે ડૉક્ટરો અને નર્સને ટ્રેનિંગ આપવાનું શિડયુલ પણ ટૂંક સમયમાં નક્કી થશે.
ડોર ટુ ડોર સર્વે માટે કુલ 2800 કર્મચારીઓ કામે લાગ્યા છે
રાજ્ય સરકારની સૂચના અનુસાર વેક્સિનેશનના અમલ અંતર્ગત શહેરમાં 50 વર્ષથી વધુ અને 50 વર્ષથી ઓછી ઉંમરના કો મોરબીડિટી વાળા લોકોનો સર્વે મનપા દ્વારા શરૂ કરાયો છે. તમામ ઝોનમાં ડોર ટુ ડોર સર્વે માટે કુલ 2800 કર્મચારીઓ કામે લાગ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરીમાં 35% વિસ્તારને આવરી લેવાયો છે.
તમામ ઝોનમાં ડોર ટુ ડોર સર્વેની કામગારી હાથ ધરાય
તમામ ઝોનમાં કાર્યરત ટીમો દ્વારા થઇ રહેલા ડોર-ટુ-ડોર સર્વેની કામગીરી હજુ ત્રણથી 4 દિવસ સુધી કાર્યરત રહેશે, અત્યાર સુધી 50 વર્ષથી વધુ ઉંમરના 2 લાખથી વધુ લોકોને સર્વેમાં આવરી લેવાયા છે. સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં આ સંખ્યા જોવા મળી રહી છે. જ્યારે 50 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા પરંતુ કો- મોરબીડિટીધારક 3500થી વધુ લોકો મળી આવ્યા છે.