ETV Bharat / state

Mumps Virus: સુરતમાં રોજ મમ્પસ વાયરસના 500થી 700 નવા દર્દીઓ - mumps virus are coming in Surat

ચોમાસું ભલે શહેરથી વિદાય લઈ રહ્યું હોય, પરંતુ મોસમી રોગો હજુ પણ લોકોનો પીછો છોડતા નથી. બાળકોથી લઈને વૃદ્ધ સુધી લોકો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનો ભોગ બની રહ્યા છે. ડેન્ગ્યુ, મેલેરિયા, શરદી અને ઉધરસના દર્દીઓ દરરોજ હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. ડેન્ગ્યુ અને મેલેરિયાના પ્રકોપ વચ્ચે મમ્પસ વાયરસ પણ હુમલો કરી રહ્યા છે. આ વાયરસ બાળકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. 12 વર્ષ સુધીના બાળકોમાં રોગ જોવા મળી રહ્યુ છે.

સુરતમાં દરરોજ મમ્પસ વાયરસના 500 થી 700 નવા દર્દીઓ આવી રહ્યા છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 14, 2023, 11:15 AM IST

સુરતમાં દરરોજ મમ્પસ વાયરસના 500 થી 700 નવા દર્દીઓ આવી રહ્યા છે.

સુરત: સિવિલ અને સ્મીમેર હોસ્પિટલની સાથે ખાનગી હોસ્પિટલોમાં દરરોજ 500થી 700 નવા દર્દીઓ આવી રહ્યા છે. એકવાર આ રોગની અસર થઈ જાય તો ડૉક્ટર બાળકોને 5 દિવસ માટે આઇસોલેશનમાં રાખવાની સલાહ આપી રહ્યા છે. આ વાયરસ એક બાળકમાંથી બીજા બાળકમાં ઝડપથી ફેલાય છે. છેલ્લા 10-15 દિવસમાં આ બીમારી ઝડપથી ફેલાઈ છે. બીજી તરફ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં રોજના 200થી વધુ ડેન્ગ્યુ અને મેલેરિયાના દર્દી આવી રહ્યા છે. ત્રણ મહિનામાં ડેન્ગ્યુના દર્દીઓમાં ચાર ગણો અને મેલેરિયાના દર્દીઓમાં બમણો વધારો થયો છે. ત્રણ મહિનામાં બંને રોગોના ત્રણ હજારથી વધુ કેસ નોંધાયા છે.

"મમ્પસ વાઇરસને કારણે શરદી, ઉધરસ અને તાવની સાથે ગળા અને કાનની આસપાસ સોજાની બીમારીથી પીડાતા બાળકો હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. આ ચેપી રોગ એક બાળકથી બીજા બાળકમાં ફેલાઈ રહ્યો છે. બીમાર બાળકોને આઈસોલેશનમાં રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. 1 થી 12 વર્ષની વયના બાળકો આ રોગ માટે વધુ સંવેદનશીલ હોય છે. આ ચેપ ગ્રસ્ત બાળક એમ એમ આર રસી ન લીધેલા બાળકોમાં પણ હોવાનું જાણવા મળે છે.-- ગણેશ ગોવેલકર ( સુપરિટેન્ડેન્ટ - સિવિલ હોસ્પિટલ)

અન્ય બાળકોને પણ ચેપ લગાવી શકે છે: શહેરમાં 300 થી 350 બાળ ચિકિત્સક છે. આમાંના મોટાભાગના ડોક્ટર દરરોજ બે થી ત્રણ નવા દર્દીઓ મેળવી રહ્યા છે. દર 10 દર્દીઓમાંથી 3 દર્દીઓ મમ્પસ વાયરસથી સંક્રમિત છે. ચેપ લાગ્યા પછી, દર્દી 5 દિવસ માટે અન્ય બાળકોને પણ ચેપ લગાવી શકે છે, તેથી ચેપગ્રસ્ત બાળકને 5 દિવસ માટે એકાંતમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. હળવી શરદી, ઉધરસ અને તાવ, ગળા અને કાનની આસપાસ સોજો, ગળામાં સોજા સાથે તીવ્ર દુખાવો, બાળકોના અંડકોષમાં દુખાવો અને સોજો, ભૂખ ન લાગવી, પેટમાં દુખાવો આ તમામ આ રોગના લક્ષણો છે.

  1. Surat News: 'શોધ' યોજના અંતર્ગત રિસર્ચ ફેલોશિપ પ્રાપ્ત કરવામાં વીર નર્મદ દ. ગુ. યુનિવર્સિટી મોખરે
  2. Surat News : સુરત શેલ્ટર હોમમાં રહેતાં પ્રજ્ઞાચક્ષુઓનો આત્મનિર્ભર મંત્ર, પેપર પ્લેટ બનાવી આજીવિકા રળવા સાથે ટેટની તૈયારી પણ કરે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.