ETV Bharat / state

નેશનલ હાઇવે 48 ને બાનમાં લેનારા 5 આરોપી ઝડપાયા, લક્ઝરી ચાલકને ઢોર માર મારી લૂંટ કરી હતી - સાઈડ નહીં આપવા જેવી નજીવી બાબતે બબાલ

કામરેજ તાલુકાના નવી પારડી ગામ પાસે નજીવી બાબતે અસામાજિક તત્વોએ નેશનલ હાઈવે પર બાનમાં લઈ એક લક્ઝરી બસને રોકી ક્લીનર અને ચાલકને ઢોર માર માર્યો હતો. આ બનાવ બાદ કામરેજ પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 5 આરોપીને દબોચી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નેશનલ હાઇવે 48 ને બાનમાં લેનારા 5 આરોપી ઝડપાયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 1, 2023, 5:16 PM IST

નેશનલ હાઇવે 48 ને બાનમાં લેનારા 5 આરોપી ઝડપાયા

સુરત : પોલીસનો ખૌફ જ ન હોય તેમ અસામાજિક તત્વોએ ગત 24 નવેમ્બરની રાત્રે પિકઅપ બોલેરો ચાલકને સાઈડ નહીં આપવા જેવી નજીવી બાબતે બબાલ કરી હતી. કામરેજ તાલુકાના નવી પારડી ગામ પાસે વાહનોથી ધમધમતા નેશનલ હાઇવે 48 ને આરોપીઓએ બાનમાં લીધો હતો. આ મામલે કામરેજ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.

શું હતો મામલો ? બનાવની વિગત અનુસાર અસામાજિક તત્વોએ સાઈડ નહીં આપવા જેવી નજીવી બાબતે બબાલ કરી હતી. આરોપીઓએ લક્ઝરી બસને રોકી અને લક્ઝરી બસમાં ચડી ક્લીનર અને ચાલકને ઢોર માર માર્યો હતો. ઉપરાંત લક્ઝરી બસચાલકના ખિસ્સામાં રહેલ ડીઝલ પુરાવવા માટેના 15 હજાર રૂપિયા પર લઈ લીધા અને પથ્થર ફેંકી બસના કાચ ફોડી નાખી ભાગી ગયા હતા.

આ ઘટનામાં લક્ઝરી ચાલક અને કલીનરને આરોપીઓએ માર મારતા લક્ઝરી ચાલકે કામરેજ પોલીસ મથકે ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે કામરેજ પોલીસે ગુનો નોંધી આ આરોપીઓની અટકાયત કરી હતી. હાલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. -- આઈ.જે. પટેલ (DySP, સુરત ગ્રામ્ય પોલીસ)

ઘટના CCTV માં કેદ : અસામાજિક તત્વોએ મચાવેલી ધમાલને લઈને લક્ઝરી બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ બનાવ બાદ લક્ઝરી બસના ચાલકે સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરી હતી.

પાંચ આરોપી ઝડપાયા : જાણે કાયદાનો ડર જ ના હોય તેમ બેખોફ નેશનલ હાઇવે બાનમાં લઈને પેસેન્જર ભરેલ લક્ઝરી બસને અટકાવી આ પ્રકારનો ગુનો કરતા કામરેજ પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે આરોપીઓના કોલર સુધી પહોંચવા ચક્રો ગતિમાન હતા. હાલ કામરેજ પોલીસે પાંચ આરોપીને દબોચી લઈ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ પ્રકારનું કૃત્ય કરનારા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે.

પોલીસ કાર્યવાહી : સુરત ગ્રામ્ય પોલીસ DySP આઈ.જે. પટેલે જણાવ્યું હતું કે, આ ઘટનામાં લક્ઝરી ચાલક અને કલીનરને આરોપીઓએ માર માર્યો હતો. બનાવને પગલે લક્ઝરી ચાલકે કામરેજ પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે કામરેજ પોલીસે ગુનો નોંધ્યો હતો. આજરોજ આ આરોપીઓની અટકાયત કરી હતી. હાલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  1. બાળકી સમજી ઉઠાવી, બાળક હોવાની જાણ થઇ તો પણ કુકર્મ આચર્યું, સુરત પોલીસે ધરપકડ કરી
  2. કામરેજ ગ્રામ પંચાયત કચેરીમાં તસ્કરો ત્રાટક્યા, 1.4 લાખ ચોર્યા બાદ કચેરીના CCTV કેમેરાનું DVR પણ ગાયબ કર્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.