ETV Bharat / state

સુરતમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ હત્યાના બનાવો બન્યા - ડીંડોલીમાં યુવકની હત્યા

ડાયમંડ સિટી જાણે ક્રાઈમ સિટી (Surat Crime News) બનતી જઈ રહી હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં એક કે બે નહીં પરંતુ ત્રણ હત્યાના બનાવો સામે આવ્યા છે. સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં બે હત્યા જ્યારે લિંબાયત વિસ્તારમાં એક હત્યાની ઘટના બનવા પામી છે. (murder cases in Surat)

છેલ્લા 24 કલાકમાં ચમકતા સિટીમાં એક કે બે નહીં પરંતુ ત્રણ હત્યા

author img

By

Published : Jan 10, 2023, 9:31 PM IST

સુરત : છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં ત્રણ હત્યાના બનાવ સામે આવતા સુરત શહેરની પોલીસ (Surat Police) દોડતી થઈ છે. શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા ઋષિકેશ એન્કલેવના ગેટ પાસે એક યુવકની કરપીણ હત્યા (Youth killed in Limbayat) કરી દેવામાં આવી હતી. 24 વર્ષ નિતેશ પાટીલ પોતાની સોસાયટીની બહાર એકલો બેઠો જોઈ ત્યાંથી પસાર થઈ રહેલા દશરથ ઉર્ફે કાણિયો તેની પાસે ગયો અને ઝઘડો કરવા લાગ્યો હતો. વિવાદ આટલી વધી ગયો કે દશરથે નિતેશ પાર્ટીને ચપ્પુના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે દશરથને શોધી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. (Surat Crime News)

આ પણ વાંચો બાળકો સામે પિતાની હત્યા કરનાર ગુનેગારની ધરપકડ

અંગત અદાવતમાં ઝઘડા સુરતના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે એક યુવાનની કરપીણ હત્યા (murder cases in Surat) કરી દેવામાં આવી હતી. બેસ્તાન આવાસની બહાર જ યુવકર્શિષ્ઠ હથિયાર વડે હુમલો કરી મૃત્યુ નિપજાવ્યું હતું. મરનાર યુવકનું નામ ફિરોઝ છે. ફિરોજની હત્યા કોને અને શા માટે કરી તે દિશામાં તપાસ પોલીસે શરૂ કરી હતી. ફિરોજના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ (Youth killed in Dindoli) મોકલી આપવામાં આવ્યા છે. ડીંડોલી પોલીસે આ સમગ્ર ઘટના અંગે ગુનો નોંધી હત્યા કરનારને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ પાસેથી મળતી જાણકારી મુજબ ઇમરાન અને ફિરોજ વચ્ચે અંગત અદાવત ચાલી રહી હતી. તેના સમાધાન માટે ભેગા થયા હતા. આ દરમિયાન ઈમરાને ફિરોઝની ચપ્પુ મારી હત્યા કરી દીધી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. (surat crime news today)

આ પણ વાંચો છોટા ઉદેપુરમાં સિગરેટ જેવી નજીવી બાબતે આધેડનીં કરાઇ હત્યા

મિત્રએ કરી હતી મિત્રની હત્યા હત્યાનો ત્રીજો બનાવ પણ સુરતના ડિંડોલી (Three murders in 24 hours in Surat) વિસ્તારમાં બન્યો છે. ડિંડોલી વિસ્તારમાં આવેલા નંદનવન ટાઉનશીપ ની બાજુમાં ક્રિકેટના ખુલ્લા ગ્રાઉન્ડમાં 35 વર્ષીય યુવાનની હત્યા કરેલી મૃતદેહ મળી આવ્યો હતો. આ ગુનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો. યુવકની હત્યા તેના મિત્રએ કરી હતી. મૃતક મિત્ર સાથે કોઈ બાબતે માથાકૂટ થતા ગુસ્સામાં આવી મિત્રે જ મિત્રની ચપ્પુના ગજિંગ કી હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં આરોપી અગાઉ પણ હત્યાના ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને થોડા સમય પહેલા જામીન પર જેલમાંથી બહાર આવ્યો છે. (murder case in surat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.