ETV Bharat / state

3 દિવસ પહેલાં જ નોકરીએ લાગ્યા અને મળ્યું કરૂણ મોત, પત્ની અને બે બાળકી થયાં નોંધારા - સુરત ન્યૂઝ

સુરતના સચિન GIDCમાં આવેલી એથર કંપનીમાં બ્લાસ્ટની ઘટનાએ 7 કામદારોનો ભોગ લઈ લીધો છે, જ્યારે ઘણા કામદારો ઈજાગ્રસ્ત થયાં છે. જે કામદારોના આ ઘટનામાં ભોગ બન્યા છે તેમના પરિવારજનો આક્રંદ કરી રહ્યાં છે. આ ઘટનાએ ન માત્ર સુરત પરંતુ ગુજરાતભરમાં અરેરાટી મચાવી દીધી છે.

3 દિવસ પહેલાં જ નોકરીએ લાગ્યા અને મળ્યું કરૂણ મોત

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 30, 2023, 11:42 AM IST

સુરત: સુરતના સચિન GIDCમાં આવેલી એથર કંપનીમાં બ્લાસ્ટની ઘટનાએ 7 કામદારોનો ભોગ લઈ લીધો છે, જ્યારે ઘણા કામદારો ઈજાગ્રસ્ત થયાં છે. જે કામદારોના આ ઘટનામાં ભોગ બન્યા છે તેમના પરિવારજનો આક્રંદ કરી રહ્યાં છે. આ ઘટનાએ ન માત્ર સુરત પરંતુ ગુજરાતભરમાં અરેરાટી મચાવી દીધી છે.

બ્લાસ્ટમાં 7 કામદારોનાં મોત: સુરતના સચિન GIDCમાં આવેલી એથર કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં 7 જેટલાં કામદારોના કમકમાટી ભર્યા મૃત્યુ થયાં છે. જ્યારે 27 જેટલાં કામદારો દાઝ્યા છે, આ તમામની સારવાર સુરતની જુદી જુદી હોસ્પિટલમાં ચાલી રહી છે. જોકે, આ ઘટનામાં મૃત્યું પામેલા કામદારોના મૃતદેહો એટલી હદે સળગી ગયાં છે કે, તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે.

મૃતકોની ઓળખ મુશ્કેલ: આ દર્દનાક દુર્ઘટનામાં મોતને ભેટલાં આઠ કામદારોમાંથી એક હતા સનત કુમાર મિશ્રા. સનત કુમાર મિશ્રાના મૃત્યુંના સમાચાર મળતા હજીરા વિસ્તારમાં રહેતા તેમના જ ગામના વતની વિવેક સિંહ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે આ અંગેની ખબર મળી તો તેઓ તરત કંપની ખાતે દોડી આવ્યા હતાં અને પુછપરછ કરી હતી, જ્યારે મૃતક સનતકુમાર મિશ્રાની પત્નીએ અહીં દુર્ઘટનાનું દ્રશ્ય જોયું તો તે ત્યાં બેભાન થઈ ચુકી હતી. મૃતદહો એટલી હદે સળગી ગયાં છે કે તેની ઓળખ કરવી મુશ્કેલ થઈ ગઈ છે જેથી મૃતકોની ઓળખ માટે ડીએનએની મદદ લેવામાં આવી રહી છે. સનતકુમાર મિશ્રા સહિત આ હચમાચાવી નાખતી દુર્ધટનામાં, દિવ્યેશ પટેલ, સંતોષ વિશ્વકર્મા, સનત મિશ્રા, ધર્મેન્દ્ર કુમાર, ગણેશ પ્રસાદ, સુનીલ કુમાર અને અભિષેક સિંહ નામના કામદારોના મૃત્યું થયાં છે.

પત્ની-બે પુત્રી થયાં નિરાધાર: મહત્વપૂર્ણ છે કે, મૃતક સનતકુમાર છેલ્લાં 5 વર્ષથી સુરતમાં રહેતા હતા તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રીઓ છે, જેમાંથી એક પુત્રીની ઉંમર 3 વર્ષ છે, જ્યારે બીજી પુત્રી એક વર્ષની છે. આ બાળકીઓને કદાચ ખબર નહીં હોય કે તેમના માથેથી પિતાનો પડછાયો હવે હંમેશા માટે હટી ગયો છે. માસૂમ બાળકીઓ માટે તેના પિતા હંમેશાં માટે છબીમાં કેદ થઈ ગયાં છે.

  1. સુરતની સચિન GIDCની કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા 7 લોકોના મોત
  2. સુરતમાં કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝમાં સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી, અનેક કામદારો દાઝ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.