- સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 30990 પર પહોંચી ગઈ છે
- ગ્રામ્યમાં આજે બુધવારે વધુ 26 કેસ નોંધાયા
- વાઈરસના લીધે ઓલપાડની 45 વર્ષીય મહિલાનું થયું મોત
સુરત ગ્રામ્યમાં આજે કોરાના વાઈરસના 26 કેસ નોંધાયા હતા. વાઈરસના લીધે ઓલપાડ તાલુકાની 45 વર્ષીય મહિલાનું મોત થયું હતું. આજે બુધવારે વધુ 109 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ સ્વસ્થ થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. હાલ 444 દર્દીઓ હોસ્પિટલમાં કોરાનાની સારવાર હેઠળ છે.
આ પણ વાંચો : Surat Corona Update: સુરત ગ્રામ્યમાં ઘટી રહ્યા છે કોરોનાના કેસ, મંગળવારે માત્ર 23 પોઝિટીવ કેસ નોંધાયા
મહુવા કોરાનાના 7 કેસ નોંધાયા
સમગ્ર જિલ્લાના તાલુકાઓમાં કોરાનાના એકલ દોકલ કેસ નોંધાયા હતા. ચૈર્યાસી-2, ઓલપાડ-3, કામરેજ-3, પલસાણા-4, બારડોલી-5, મહુવા-7, માંગરોળ-2 કેસ નોંધાયા હતા.