ETV Bharat / state

સુરતમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સજા - લગ્નની લાલચ આપીને દુષ્કર્મ

સુરતના ડિંડોલી વિસ્તારમાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ (15 year old minor was raped in Dindoli) મામલે નામદાર કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા (20 Years Sentence For Rape Of Minor In surat) સંભળાવી છે. આરોપીએ તરૂણીને લગ્નની લાલચ આપીને મહારાષ્ટ્રના અલગ અલગ સ્થળો ફરીને દુષ્કર્મ આચાર્ય હતું. આ મામલે પરિવાર દ્વારા ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી પોસ્કોનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સજા

author img

By

Published : Dec 21, 2022, 11:06 AM IST

સુરત: ડિંડોલી વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ (15 year old minor was raped in Dindoli) ગુજારનારા આરોપીને 20 વર્ષની સજા (20 Years Sentence For Rape Of Minor In surat) ફટકારવામાં આવી છે. કોર્ટે સાથે 22 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સરકારી વકીલે આરોપીને સખતમાં સખત સજા મળે તે માટે દલીલો કરી હતી.

અલગ અલગ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ: 17 ઓગસ્ટના રોજ એક 15 વર્ષની કિશોરીને 18 વર્ષના કિશોરે લગ્નની લાલચ આપી પોતાના વતન નવાપુર લઈ ગયો હતો. જોકે ત્યાંથી તરુણી બીજા દિવસે ફરી પરત આવી ગઈ હતી. ત્યારબાદ તરુણીના માતાએ વૈભવ જોડે કોઈપણ સંબંધ ન રાખવા ચેતવણી આપી હતી. જો કે ત્યારબાદ પણ આરોપી વૈભવે કિશોરીને ફરીથી પોતાના વતન નવાપુર લઈ જઈ મહારાષ્ટ્રના અલગ અલગ સ્થળો ફેરવીને તેની સાથે દુષ્કર્મ આચાર્ય હતું. આ મામલાને ધ્યાનમાં લઇ તરુણીના માતાએ આખરે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: ક્રુરતાની હદ પાર, ત્રણ દિવસ સુધી ચાર લોકોએ મહિલા પર ગુજાર્યું દુષ્કર્મ

પોસ્કોનો ગુનો નોંધી કાર્યવાહી: માતાએ ફરિયાદ નોંધ્યા બાદ ડીંડોલી પોલીસે તરુણી અને ભગાડી જનાર વૈભવની હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે મહારાષ્ટ્રમાંથી તરુણી અને આરોપી વૈભવને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પૂછપરછમાં સમગ્ર ઘટના સામે આવતા પોલીસે આ મામલે આઇપીસી કલમ હેઠળ પોસ્કોનો ગુનો નોંધી મેડિકલની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી આ મામલે કોર્ટમાં દાખલ કર્યો હતો.

20 વર્ષની સખત કેદની સજા: આ મામલે નામદાર કોર્ટમાં કેસ ચાલ્યા બાદ સરકારી વકીલ દીપેશ દવેએ આરોપીને સખતમાં સખત સજા મળે તે માટે દલીલો કરી હતી. નામદાર કોર્ટ દ્વારા સમગ્ર પુરાવા જોતા તથા તરુણીની ઉંમર જોતા તેની ઉપર એક વખત બળાત્કાર ગુજાર્યા બાદ વારંવાર બળાત્કાર કર્યા હોવાને કારણે આરોપી વૈભવ પાટીલને 20 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. તે ઉપરાંત 22,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મોરબીમાં વ્યાજખોરોનો આતંક, પઠાણી ઉઘરાણી કરી યુવકને મારવાની ધમકીની ફરિયાદ નોંધાઇ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.