ETV Bharat / state

Surat Whale Fish: ઓલપાડના દરિયા કિનારે તણાઈ આવેલ 20 ફૂટ લાંબી વહેલ માછલીના બચ્ચાને બચાવવા ગ્રામજનોની મથામણ

સામાન્ય રીતે ભાગ્યે જ દરિયાના ઓછા પાણીમાં જોવા મળતી વહેલ માછલી હવે ઓલપાડ તાલુકાના અરબી સમુદ્રના કાંઠે આવતી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ વાત ત્યારે સાચી માનવામાં આવી જયારે રવિવારની બપોર બાદ મોર ગામે દરિયામાં આવેલી ભરતીમાં તણાઇ આવેલી વહેલ માછલીનું મોટું બચ્ચું કિનારા પર કાડુમાં ફસાયેલું જોવા મળ્યું હતું. ત્યારે માછલીના બચ્ચાને બચાવી લેવા સ્થાનિક યુવાનોની મહેનત સાથે તંત્ર પણ કામે લાગ્યું હતું.

ઓલપાડ તાલુકાના દરિયા કિનારે 20 ફૂટ લાંબી વ્હેલ માછલીનું બચ્ચું કાદવમાં ફસાઈ ગયું

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 28, 2023, 11:56 AM IST

Updated : Aug 28, 2023, 12:38 PM IST

ઓલપાડ તાલુકાના દરિયા કિનારે 20 ફૂટ લાંબી વહેલ માછલીનું બચ્ચું કાદવમાં ફસાઈ ગયું

સુરત: ઓલપાડ તાલુકાના કાંઠે આવેલ અરબી સમુદ્રમાં વહેલ માછલી હોવાનું અહીં કિનારાના ગામોમાં રહેતા લોકો દ્વારા અત્યાર સુધી કહેવામા આવી રહ્યું હતું. પણ કોઈ દિવસ વહેલ માછલી હોવાના પુરાવા ન મળતા વાતો માત્ર અફવા હોવાનું કહેવાતું હતું. પણ જ્યારે રવિવારે મોર ગામે અરબી સમુદ્રના કિનારા પર વહેલ માછલીનું મહાકાય બચ્ચું તણાઈ આવતા હવે તે વાત સાચી સાબિત થઈ છે. ઓલપાડ તાલુકાના છેવાડાના મોર ગામે અરબી સમુદ્રમાં રોજની માફક રવિવારે પણ બપોરના બે વાગ્યા બાદ દરિયાની ભરતીના પાણી કિનારા સુધી પહોચી ગયા હતા. ત્યારે ભરતીના પાણીમાં વહેલ માછલીનું અંદાજે 20 ફૂટ જેટલું મોટું જીવતું બચ્ચું તણાઇ આવ્યું હતું.

"ગઈકાલે સાંજે સાત વાગ્યા આસપાસ અમોને આ બાબતે માહિતી મળી હતી. અમારી કોશિશ ચાલુ છે કે બને એટલી જલ્દી આ વહેલ માછલી દરિયામાં પરત કરીએ. આ વહેલ માછલીનું વજન અંદાજે 2 ટન જેટલું છે.--" સચિન ગુપ્તા (સુરત વન વિભાગના નાયબ વન રક્ષક)

વહેલ માછલીનું બચ્ચું: મોર ગામના દરિયામાં માછીમારી કરવા જતા યુવાનોએ સાંજે ઘરે પરત આવતી વખતે દરિયા કિનારા પર કાડુમાં વહેલ માછલીનું જીવતું બચ્ચું જોતાં આ બાબતે ગામના આગેવાનો અને યુવાનોને જાણ કરતાં ગ્રામજનોમાં કુતૂહલ સર્જાવા સાથે વહેલ માછલીના બચ્ચા ને જોવા ગ્રામજનોની ભીડ જામી હતી.જ્યારે દરિયાની ભરતીના પાણી ઓસરી જવાથી કિનારે ફસાયેલા માછલીનું જીવતું મોટું બચ્ચું પાણીના અભાવે જીવ બચાવવા વલખાં મારતું હોવાનું ગામના યુવાનોએ જોતાં તેની નજીક દરિયાના પાણી ભરીને જીવ બચાવી લેવાની પ્રાથમિક કામગીરી કરવામાં આવી હતી. સાંજે ઓલપાડ તાલુકા જંગલ વિભાગ ફોરેસ્ટ દિપક પટેલના કહેવા મુજબ સ્ટાફ મોર દરિયા કિનારે પહોંચી વહેલ માછલીના બચ્ચાનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી.

  1. Surat Udhana police : સુરત ઉધના પોલીસે હત્યાની કોશિશ અને રાયોટિંગના ગુન્હામાં છેલ્લા 26 વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓની ધરપકડ કરી
  2. Surat Crime News : સુરત જિલ્લામાં અસામાજીક પ્રવૃતિ આચરનાર બે આરોપીને LCB ટીમે પાસામાં ધકેલ્યા

Last Updated : Aug 28, 2023, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.