ETV Bharat / state

સુરતમાં ટ્રેનની અડફેટે આવતા 2 યુવાનના મોત, 1 ઘાયલ - Ajmeri express train

સુરત: હાલમાં રાજ્યમાં ટ્રેન અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત શહરમાં પણ ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં જિલ્લામાં આવેલા રેલ્વે પ્લેટફોર્મ પર ટ્રેન અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણમાંથી બે યુવાનોનું મોત નિપજ્યું હતું. જ્યારે એક યુવાન ગંભીર હાલતમાં છે. જે ઘટનાની તપાસ રેલ્વે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

સુરતમાં ટ્રેનની અડફેટે ચઢતા 2 યુવાનના મોત, 1 ઘાયલ
author img

By

Published : Jul 13, 2019, 12:16 PM IST

Updated : Jul 13, 2019, 2:11 PM IST

હાલમાં રાજ્યમાં ટ્રેન અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજસ્થાનથી વલસાડ જતી અજમેરપુરી એક્સપ્રેસ ટ્રેનમાં 6 યુવાનો જઈ રહ્યાં હતા. તે સમય દરમિયાન સુરત રેલ્વે સ્ટેશન પર ટ્રેન આવી પહોંચી હતી. ત્યારે ટ્રેનમાં સફર કરતા યાત્રીઓએ આ ટ્રેન વલસાડ ઉભી રહેશે નહીં તેમ આ છ યુવાનોને જણાવ્યું હતું.

સુરતમાં ટ્રેનની અડફેટે આવતા 2 યુવાનના મોત, 1 ઘાયલ

ત્યારબાદ તમામ યુવાનો ધીમી ટ્રેનમાંથી નીચે ઉતરીને રેલ્વેના પાટા પર ચાલી રહ્યા હતા. તે જ સમય દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રેને ત્રણ યુવાનોને અડફેટે લીધા હતા. જેમાંથી કુલદીપસિંહનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત બે યુવકોને ગંભીર હાલતમાં સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન પ્રવીણધીરસિંહનું પણ મોત થયું હતું. જ્યારે અન્ય પ્રવિણ નારાયણસિંહની હાલત ગંભીર છે.

આ તમામ યુવાનો હોટેલમાં રોજગાર મેળવવાની આશાથી જઈ રહ્યાં હતા. જે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી. હાલમાં આ ઘટના અંગે રેલ્વે પોલીસ દ્વારા તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Intro:સુરત :

ટ્રેન અડફેટે ચઢતા ત્રણ પૈકી બે યુવાનોના મોત...

અન્ય એક ની હાલત ગંભીર...

છ યુવાનો રાજસ્થાન થી વલસાડ અજમેરપુરી એક્સપ્રેસ ટ્રેનમાં જઇ રહ્યા હતા.

Body:જ્યાં સુરત રેલવે સ્ટેશન આવી પોહચેલી ટ્રેનમ મુસાફરી કરતા યાત્રીએ ટ્રેન વલસાડ નહીં ઉભી રહે તેમ જણાવતા ધીમી ટ્રેનમાંથી તમામ યુવાનો નીચે ઉતરી પડ્યા હતા.

જ્યાં સામેથી આવી રહેલી ટ્રેન ની અડફેટે ત્રણ યુવાનો અડફેટે ચઢ્યા હતા...

જેમાં કુલદીપસિંહ નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

જ્યારે અન્ય બે યુવકોને ગંભીર હાલત માં સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં પ્રવીણધીરસિંહ નું પણ મોત નિપજ્યું હતું,જ્યારે અન્ય પ્રવીણ નારાયનસિંહ ની હાલત ગંભીર ...

Conclusion:રાજસ્થાન થી તમામ યુવાનો હોટેલ માં કામ કરવા અર્થે જઈ રહ્યા હતા...

જે દરમ્યાન આ ઘટના બની ...

બનાવ ના પગલે રેલવે પોલીસે તપાસ શરૂ કરી...
Last Updated : Jul 13, 2019, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.