મહુવા તાલુકામાં વરસી રહેલા ધોધમાર વરસાદના પગલે શનિવારે મહુવા તાલુકાના કવીઠા ગામે ખાર ફળિયામાં રહેતા પશુપાલક ભરતભાઇ પટેલ અને અને અનિલભાઈ પટેલનું સહિયારું કોઢારની પાકી દીવાલ ધરાશાયી થઈ હતી ત્યાર બાદ આખું કોઢાર જ જમીનદોસ્ત થતાં કોઢારમાં બાંધેલા પાલતુ પશુઓ પૈકી બે ગાયનું મૃત્યુ થયું હતુ. ઘટનાને પગલે પશુપાલકો ચિંતાતુર થયા હતા.
એક સાથે બે કિંમતી દુધાળા પાલતુ ગાયના મોતની જાણ પશુપાલકો દ્વારા સરપંચને કરવામાં આવી હતી. ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક સ્થળ પર તલાટી મંત્રી પહોંચી મૃત ગાયોની નોંધ કરી,પશુપાલકોને સહાય આપવાની તજવીજ હાથ ધરી હતી. જો કે, આ દીવાલ ઘર તરફ નહીં અને બહાર તરફ ધરાશાયી થતાં ઘરના સદસ્યોનો ચમત્કારી બચાવ થયો હતો અને અન્ય કોઈ જાનહાની ન થતાં તંત્રએ રાહત અનુભવી હતી.