ETV Bharat / state

બારડોલીના બલેશ્વર ગામમાં 172 પરિવારને મળશે ઘરનું ઘર - આરસીસી મકાન

પલસાણા તાલુકાના બલેશ્વર ગામે સુરત શહેરી વિકાસ સત્તામંડળ (SUDA) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 172 આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારે આવાસોનું ખાતમુહૂર્ત કર્યું હતું. 42 કરોડના ખર્ચે ગામમાં 172 પરિવારોને ઘરનું ઘર મળશે. આ ઉપરાંત નજીકના લિંગડ ગામમાં 19 લાખના ખર્ચે પેવર બ્લોકનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

બારડોલીના બલેશ્વર ગામમાં 172 પરિવારને મળશે ઘરનું ઘર

author img

By

Published : Nov 6, 2020, 10:54 PM IST

  • પલસાણાના બલેશ્વર ગામમાં 172 આવાસોનું ખાતમુહૂર્ત કરાયું
  • 88 આવાસોનું પેમેન્ટ આવ્યું હોવાથી કામ ઝડપી કરોઃ ઈશ્વર પરમાર
  • મકાન વહેલી તકે અને સારી ગુણવત્તાવાળા બનાવવા એજન્સીને ટકોર

બારડોલીઃ પલસાણાના બલેશ્વર ગામમાં કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારના હસ્તે આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. SUDA દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. 42 કરોડના ખર્ચે 172 આવાસ બનાવવામાં આવશે. આ ઉપરાં લિંગડ ગામમાં રૂ. 19 લાખના ખર્ચે બનેલા પેવર બ્લોકનું પણ કેબિનેટ પ્રધાને લોકાર્પણ કર્યું હતું. પ્રધાન ઈશ્વર પરમારે જણાવ્યું, કોરોના મહામારીમાં પણ ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસકામોને વેગ આપ્યો છે. આ આવાસોના લાભાર્થીઓ ગરીબ હળપતિ અને આદિવાસીઓ છે. તેમણે વધુમાં જણાવ્યું, ભૂતકાળમાં રૂ. 8 હજાર જેવી નજીવી રકમમાંથી આવાસ બનાવવામાં આવતા હતા, જે આવાસો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં રૂ. 3.50 લાખના ખર્ચે પાકું RCCનું મકાન બની રહ્યું છે. આમ, સુડા દ્વારા 42 કરોડના ખર્ચે આવાસ બનવા જઈ રહ્યા છે ત્યારે લાભાર્થીઓને ટકોર કરતા તેમણે જણાવ્યું હતું કે, મકાન તમારા માટે બની રહ્યું છે તો તેની કાળજી લેજો.

બારડોલીના બલેશ્વર ગામમાં 172 પરિવારને મળશે ઘરનું ઘર
બારડોલીના બલેશ્વર ગામમાં 172 પરિવારને મળશે ઘરનું ઘર

172માંથી 88 આવાસોનું પેમેન્ટ આવી ગયું હોવાથી કામ ઝડપી કરવા એજન્સીને ટકોર

ગરીબ આદિવાસીઓને આ યોજનાનો વધુમાં વધુ લાભ મળે તે માટે આવનારા દિવસોમાં હજુ બીજા આવાસો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, 172 આવસોમાંથી 88 આવસોનું પેમેન્ટ ખાતામાં આવી ગયું છે. આથી કામ વહેલી તકે અને સારી ગુણવત્તાવાળું કરવા એજન્સીને ટકોર કરી હતી.

રૂ. 19 લાખના ખર્ચે લિંગડમાં પેવર બ્લોકનું કામ પૂર્ણ
પ્રધાને લિંગડ ગામમાં પેવર બ્લોકના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું કે, તાલુકા પંચાયત દ્વારા સ્ટેમ્પ ડ્યૂટી ગ્રાન્ટ હેઠળ રૂ. 7 લાખ, પ્રમુખ વિવેકાધિન યોજના હેઠળ રૂ. 2 લાખ, જિલ્લા પંચાયત સ્વભંડોળ હેઠળ રૂ. 50 હજાર લાખ તેમ જ 14મા નાણાપંચ હેઠળ રૂ.. 50 હજાર મળી કુલ રૂ. 19 લાખના ખર્ચે કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ગામના અન્ય વિકાસકામોને પણ પ્રાથમિકતા આપી સુવિધાઓમાં ઉમેરો કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.