- ગ્રામ્યમાં કોરોના કેસમાં ઘટાડો પણ મોતનો સિલસિલો યથાવત
- રવિવારે ગ્રામ્યમાં 161 નવા કોરોનાના કેસ નોંધાયા
- વધુ 5 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 212 પર પહોંચ્યા
સુરત: ગ્રામ્યમાં રવિવારે કોરોના કેસમાં છેલ્લા 7-8 દિવસથી ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે, પણ વાઈરસના કારણે મોતનો સિલસિલો યથાવત છે. રવિવારે ગ્રામ્યમાં વધુ 161 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 5 દર્દીના મોત થયા હતા. હાલ ગ્રામ્યમાં અત્યાર સુધી 30,425 કોરોના કેસ અને 440 મોત નોંધાઈ ચૂક્યાં છે. જ્યારે 1913 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વધુ 212 દર્દીઓ સ્વસ્થ થયા
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, હાલ 1913 દર્દીઓ હોસ્પિટલમાં કોરોનાની સારવાર મેળવી રહ્યા છે. જ્યારે રવિવારે વધુ 212 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.