- સુરતમાં વેક્સિન ઘટને કારણે વેક્સિનેશન કેન્દ્ર બંધ કરાયા
- સુરત શહેરમાં 230 જેટલા વેક્સિનેશન સેન્ટર (Vaccine Center) કરયા હતા શરૂ
- રસી તૂટી પડતાં છેલ્લા સાત દિવસમાં વેક્સિનેશનમાં 75 ટકાનો ઘટાડો
સુરતઃ વેક્સિનેશનમાં મોખરે રહેનારા સુરત શહેરમાં વેક્સિન ખૂટી પડી છે. શરૂઆતમાં સુરત શહેરમાં 230 વેક્સિનેશન કેન્દ્રો (Vaccine Center)શરૂ કરાયા હતા. હાલમાં 230 માંથી માત્ર 100 કેન્દ્રો શરૂ છે. વેક્સિન ઘટને કારણે વેક્સિનેશન કેન્દ્ર (Vaccine Center)બંધ કરાયા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો કે દરરોજે આશરે 50 હજારથી વધુ વેક્સિન શહેરીજનોને આપવામાં આવશે. આ માટે સુરત શહેરમાં 230 જેટલા વેક્સિનેશન સેન્ટર (Vaccine Center) પણ શરૂ કરાયા હતા. ગુજરાતમાં છેલ્લા સાત દિવસમાં રસીકરણમાં અગ્રેસર રહેલા સુરતમાં રસી ખૂટી છે. ત્યારે 24 જૂનના રોજ સુરતમાં 44 હજારથી વધુ લોકોનું રસીકરણ થયું હતું પરંતુ રસી તૂટી પડતાં છેલ્લા સાત દિવસમાં સુરતમાં વેક્સિનેશનમાં 75 ટકાનો ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચોઃ Spot Vaccinationના કારણે સુરતના કાપડ માર્કેટમાં દરરોજ 1 હજારથી વધુ શ્રમિકો લે છે કોરોનાની વેક્સિન
એક સેન્ટર પર રોજે 250 જેટલા લોકોને રસી આપવામાં આવે છે
મોટાભાગના સેન્ટરો પર તાડા લાગેલા છે અથવા તો વ્યક્તિ ન હોવાથી સેન્ટર બંધ હોવાના બૉર્ડ લાગ્યા છે. રવિવારના રોજ માંડ 13 હજારથી વધુ રસી મુકાઈ છે. 130 થી વધુ વેક્સિનેશન સેન્ટર (Vaccine Center)બંધ થતા અન્ય સેન્ટરો પર લાંબી લાઈન જોવા મળી રહી છે. રોજ એક લાખને રસીના દાવાનો ફિયાસ્કો સુરતમાં થયો છે સુરત શહેરના રસી કેન્દ્ર પર તૂટી પડી છે આ કારણસર કેન્દ્રો પર લોકો રસી લીધા વિના જ પાછા જઈ રહ્યા છે. આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી આશિષ નાયકે જણાવ્યું હતું કે વેક્સિન ની અછતના કારણે આશરે 130 જેટલા કેન્દ્રો બંધ કરાયા છે. એક સેન્ટર પર રોજે 250 જેટલા લોકોને રસી આપવામાં આવે છે.
- આ પણ વાંચોઃ Corona Vaccination Campaign: વિશ્વ યોગ દિને વેક્સિનેશનમાં સુરત રાજ્યમાં અવ્વલ રહ્યું
- આ પણ વાંચોઃ Walk In Vaccination Campaign : પાટણ જિલ્લામાં પ્રારંભે જ લાગી લાંબી લાઈન
- આ પણ વાંચોઃ Walk In Vaccination Campaign : મહેસાણા જિલ્લામાં 150 કેન્દ્રો પર રસીકરણની કામગીરી શરૂ
- આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં 'વિશ્વ યોગ દિવસ'થી 'Corona Vaccination Campaign'નો શુભારંભ
- આ પણ વાંચોઃ રાજ્ય સરકાર 21 જૂનથી રાજ્યવ્યાપી કૉવિડ વેક્સિનેશન મહાઅભિયાન શરુ કરશે