ETV Bharat / state

સુરતમાં એક અઠવાડિયામાં 108 પ્રાથમિક શિક્ષકો કોરોના સંક્રમિત

સુરત જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે 108 પ્રાથમિક શિક્ષકો પણ સંક્રમિત થતાં શિક્ષણ જગતમાં ચિંતા ફેલાય ગઈ છે. આગામી 27મી એપ્રિલથી એકમ કસોટીમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓના ઘરે-ઘરે જવાનું હોવાથી આ સંક્રમણ વધુ ફેલાઇ શકે એમ છે. આથી હાલ પૂરતી એકમ કસોટી મોકૂફ રાખવામાં આવે તેવી માંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવી છે.

સુરતમાં પ્રાથમિક શિક્ષકો કોરોના સંક્રમિત

author img

By

Published : Apr 11, 2021, 9:26 AM IST

  • છેલ્લા એક અઠવાડિયામાં 108 શિક્ષકો કોરોના સંક્રમિત થયા
  • 27મી એપ્રિલથી યોજાનારી એકમ કસોટી હાલ પૂરતી મોકૂફ રાખવા માંગ
  • જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા લેખિતમાં રજૂઆત કરાઇ

બારડોલી(સુરત) : જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પૈકી 108 શિક્ષકો છેલ્લા એક અઠવાડિયામાં કોરોના સંક્રમિત થતાં જિલ્લાના શિક્ષણ ક્ષેત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. શિક્ષકો વિદ્યાર્થીઓના અભ્યાસની સાથે-સાથે છેલ્લા એક વર્ષથી કોરોના વોરિયર્સ તરીકે પણ સેવા આપી રહ્યા છે. આ વિકટ પરિસ્થિતિમાં બાળકો શાળાએ આવતા ન હોય ત્યારે શાળામાં 50 ટકા શિક્ષકોની હાજરી ઓડ-ઈવન પદ્ધતિ લાગુ કરવામાં આવે તેમજ આગામી 27મી એપ્રિલથી યોજાનારી એકમ કસોટી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે તેવી માંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવી છે.

સુરતમાં પ્રાથમિક શિક્ષકો કોરોના સંક્રમિત
કોરોના મહામારીનો બીજો વેવ ખૂબ જ ભયાનક સ્થિતિમાંએક માસથી કોરોના મહામારીનો બીજો વેવ ખૂબ જ ભયાનક સ્થિતિમાં પહોંચ્યો છે. આ મહામારીથી શિક્ષક જગત પણ બાકાત રહી શક્યું નથી. સુરત જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં 108 જેટલા શિક્ષકો કોરોનાથી સંક્રમિત થયા છે. હાલની વિકટ પરિસ્થિતી વચ્ચે શિક્ષકોની હાલત ખરાબ થઈ ગઈ છે. સતત વધી રહેલા સંક્રમણને કારણે શિક્ષકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પણ આ મામલે હવે હરકતમાં આવ્યું છે. વધુ શિક્ષકો સંક્રમિત ન થાય તે માટે તેમણે શિક્ષણ સચિવને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, શાળામાં બાળકો આવતા નથી આથી તમામ સ્ટાફને બોલાવવાની જગ્યાએ માત્ર 50 ટકા સ્ટાફને ઓડ ઇવન પદ્ધતિથી બોલાવવામાં આવે જેથી સંક્રમણને રોકી શકાય.

આ પણ વાંચો : મહેસાણા જિલ્લામાં સરકારી પ્રાથમિક કન્યા શાળાના બે શિક્ષકો સહિત વધું 30 લોકો કોરોના સંક્રમિત

કસોટી લેવામાં આવે તો બાળકોમાં પણ સંક્રમણ ફેલાવવાની શક્યતા

હાલ પ્રથમ સત્ર નિદાન કસોટીની સ્કેનિંગ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આગામી 27મી એપ્રિલના રોજ ધોરણ 3થી 8ની લેવામાં આવનાર એકમ કસોટી પણ મોકૂફ રાખવામાં આવે તેવી માંગ છે. જો કસોટી લેવામાં આવે તો હાલની સ્થિતિ જોતાં બાળકોમાં પણ સંક્રમણ ફેલાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

શિક્ષકોએ દરેક કાર્યમાં આગળ આવી પોતાને સોપેલી કામગીરી સુપેર કરી

આ પણ વાંચો : મહુવાની નગર પ્રાથમિક શાળામાં સરકારની ગાઈડ લાઈનના ઉડયા ધજાગરા

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યુ હતું કે, ભૂતકાળમાં શિક્ષકોએ દરેક કાર્યમાં આગળ આવી પોતાને સોપેલી કામગીરી સુપેરે પાર પાડી છે. કોરોના મહામારીમાં પણ હિંમતભેર કામગીરી કરી છે અને હજુ પણ કરી રહ્યા છે. પરંતુ હાલની સ્થિતિ ચિંતાજનક છે. જેથી સરકારને વિનંતી છે કે, એકમ કસોટીનું આયોજન મોકૂફ રાખવામાં આવે.

સુરતમાં કુલ 108 શિક્ષકો સંક્રમિત થયા

સુરત જિલ્લાના ઓલપાડમાં 17, બારડોલીમાં 9, કામરેજમાં 21, માંડવીમાં 8, ઉમરપાડામાં 4, માંગરોલમાં 7,પલસાણામાં 3, ચોર્યાસીમાં 32 અને મહુવામાં 8 કેસો મળી કુલ 108 જેટલા શિક્ષકો સંક્રમિત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.