- હિંમતનગરમાં વેપારીઓએ કોરોના સંક્રમણને અટકાવવા માટે બંધ પાળ્યો
- વેપારી એશોસિએશન અને સ્થાનિક પ્રશશનની મળેલી બેઠકમાં લેવાયો હતો નિર્ણય
- હિંમતનગર શહેરના મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં સજ્જડ બંધ જોવા મળ્યા
સાબરકાંઠા : જિલ્લા સહિત રાજ્યમાં દિવસે-દિવસે કોરોના કહેર વધતો જાય છે. જેને અટકાવવા માટે સ્થાનિક પ્રશાસન યથાર્થ પ્રયત્નો કરી રહ્યું છે. સાથે જ શહેરના વેપારીઓ પણ કોરોના સંક્રમણને અટકાવવા માટે બંધ પાળ્યો છે. વેપારી એશોસિએશન અને સ્થાનિક પ્રશશનની મળેલી બેઠકમાં શહેરને શનિ અને રવિ સજ્જડ બંધ રાખવું અને સોમથી શુક્ર સુધી સાંજે 5 વાગ્યા સુધી જ બજાર ચાલુ રાખવાનો નિર્ણય કરાયો હતો. જેનો શહેરમાં ચુસ્ત અમલ જોવા મળ્યો છે. આજે વહેલી સવારથીજ બજાર સજ્જડ બંધ જોવા મળ્યું છે. હિંમતનગર શહેરના મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં સજ્જડ બંધ જોવા મળ્યા છે.
હિંમતનગર શહેર સહિત આજુ બાજુના ગ્રામ્ય પંથક કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ સ્થાનિક પ્રશાસન પણ લોકોને ઘરની બહારના નીકળવા અને સાવચેતી રાખવા સતત અપીલ કરી રહ્યું છે. વેપારીઓ પણ કોરોના સામેની જંગમાં કોરોનાને પરાસ્ત કરવાની મુહિમમાં જોડાયા છે.
આ પણ વાંચો : જેતપુરમાં શનિ-રવિ દુકાનો બંધના એલાનને મળ્યો મિશ્ર પ્રતિસાદ
શહેરમાં સજ્જડ બંધ રાખી કોરોના ચેનને તોડવા પ્રયત્ન કરી રહ્યા
શહેરને સજ્જડ બંધ રાખી કોરોના ચેનને તોડવા પ્રયત્ન કરી રહ્યા છે. ગઇકાલે શનિવારે વહેલી સવારથી જ હિંમતનગર શહેરમાં સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે અને વેપારીઓએ પણ સ્વંયભૂ સજ્જડ બંધ પાળી મૂહિમમાં જોડાયા છે.
આ પણ વાંચો : નવસારીમાં શાકભાજી માર્કેટ બંધ કરાવતા વેપારીઓ નારાજ
કોરોના મહામારીમાં સ્થાનિક વેપારીઓએ સજ્જડ બંધ રાખ્યો
કોરોના મહામારીમાં સ્થાનિક વેપારીઓએ સજ્જડ બંધ રાખ્યો છે. જેમાં આવશ્યક ચીજ-વસ્તુના વેચાણ કરતી દુકાનો જ ખુલ્લી જોવા મળી હતી. મેડિકલ સેવા અને દૂધ પાર્લર સિવાયની તમામ ધંધા રોજગાર સજ્જડ બંધ જોવા મળ્યા હતા. હિંમતનગર શહેરના સ્થાનિક પ્રશાશન અને વેપારી મંડળની મળેલી બેઠકમાં લેવાયેલો નિર્ણય શહેરના વેપારીઓએ ચુસ્ત અમલ કર્યો છે.