ETV Bharat / state

સાબરકાંઠાનું અનોખું ગામ જ્યાં જાનવરો માટે બનાવાય છે રસોઈ !

સાબરકાંઠાઃ હળાહળ કળિયુગમાં જ્યાં માનવી માટે ભોજનની વ્યવસ્થા થઈ શકતી નથી, ત્યારે સાબરકાંઠાનું એક એવું ગામ છે જ્યાં પશુઓ માટે સમગ્ર ગામ એકરૂપ થઈ તેમના ભોજનની ચિંતા કરે છે.

સાબરકાંઠા
author img

By

Published : Jun 25, 2019, 1:25 PM IST

સાબરકાંઠાના ઇડર તાલુકામાં રતનપુર ગામ આવેલું છે, જ્યાં અન્નદાન ચાલે છે. આ ગામમાં 30 વર્ષથી જોડાયેલા સ્થાનિક લોકો ભગવાનના ભજન કીર્તન બાદ અન્નદાનને મહત્વ આપે છે. આ ગામમાં પશુ પક્ષીઓ ભૂખ્યા ન રહે તે માટે ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી છે.

સાબરકાંઠાનું અનોખું ગામ જ્યા જાનવરો માટે બનાવાય છે રસોઈ

રતનપુર ગામના લોકોએ 30 વર્ષ પહેલાં આ વિચારને અમલી બનાવ્યો હતો. જેના પગલે ગામની આજુબાજુ રખડતા જાનવરો અને પક્ષીઓ માટે અન્નની વ્યવસ્થા કરવામાં આવી. કહેવાય છે કે, અન્નદાન એ મહાદાન છે જે અહીંયા પુરવાર થાય છે. આ ગામને ક્યાંય અનાજ માટે બહાર ભટકવું પડતું નથી. કહેવાય છે કે, સારું કામ કરો તો, કુદરત પણ સહયોગ આપે છે. સાથે જ તહેવાર પ્રમાણે લાડુ જેવી વાનગીઓ અહીંયા જાનવરોને અપાય છે.

આ ગામના લોકોનો નિત્યક્રમ બની ગયો છે કે, ગલીઓમાં ફરતા કુતરાઓ અને અન્ય રખડતા જાનવરો માટે રોટલી બનાવવાની તે પણ ભજન કીર્તન કરતા કરતા. સાથે પુરુષો રોટલીનો લોટ બાંધે અને રોટલી સેકતાં નજરે જોઈ શકો છો. તેવી જ રીતે મહિલાઓ ભજનમા વ્યસ્ત જોવા મળે અને તે પણ હર્ષઉલ્લાસભેર સાથે. કાચું અનાજ પક્ષીઓ માટે અને શેકેલું અનાજ રખડતા ઢોર માટે છે.જાનવરોને દર દર ભટકવું ન પડે તેથી સવારે વહેલા અને સાંજના સમયે નિત્ય ગામમાં ફરીને જાનવરોને રોટલી ખવડાવીને પછી જ બાકીનું કામ કરવામાં આવે છે.

R_GJ_SBR_01_25 Jun_Annadan_Avbb_Hasmukh

સ્લગ -- અનોખું ગામ જ્યા જાનવરો માટે અન્ન 

એન્કર -- હળાહળ કળિયુગ સમયે  માનવી માટે ભોજનની વ્યવસ્થા  થઈ શકતી નથી  ત્યારે  સાબરકાંઠાનું  એક એવું ગામ  છે કે જ્યાં ગામના પશુઓ માટે  સમગ્ર ગામ એકરૂપ થઈ  તેમના ભોજનની ચિંતા કરે છે 
વિઓ:- સાબરકાંઠા ના ઇડર તાલુકા નુ રતનપુર ગામ આવેલું છે જ્યા અન્નદાન ચાલે છે જેમાં 30 વર્ષ થી જોડાયેલા સ્થાનિક લોકો ભગવાનની ભજન કીર્તન બાદ અન્નદાન નું મહત્વ આપે છે.આ ગામમાં પશુ પક્ષીઓ માટે એક ચોક્કસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.ગામમાં પશુ પક્ષી ભૂખ્યા ન રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
 ઇડર તાલુકા ના રતનપુર ગામમાં 30 વર્ષ પહેલાં આ વિચાર ને અમલી બનાવ્યો હતો જેના પગલે ગામની આજુબાજુ રખડતા જાનવરો અને પક્ષીઓ માટે અન્ન ની વ્યવસ્થા કરવામાં આવી. કહેવાય છે કે અન્નદાન એ મહાદાન છે જે અહીંયા પુરવાર થાય છે. આ ગામને ક્યાંય અનાજ માટે બહાર નથી ભટકવું પડતું. કહેવાય છે કે સારું કામ કરો તો કુદરત સહયોગ આપતું હોય છે તેમજ ત્યવહાર પ્રમાણે લાડુ જેવી વાનગીઓ અહીંયા જાનવરો ને અપાય છે.

અહીંના ગામ લોકો નો નિત્ય ક્રમ બની ગયો છે કે ગલીઓ માં ફરતા કુતરાઓ અને અન્ય રખડતા જાનવરો માટે રોટલી બનાવવાની તે પણ પહેલા ભજન કીર્તન કરવા સાથે પુરુષો રોટલી નો આટો બાંધે અને રોટલી સેકતાં નજરે જોઈ શકો છો તેજરીતે મહિલાઓ ભજન મા વ્યસ્ત જોવા મળે અને તે પણ હર્ષઉલ્લાસભેર આ કરાયક્રમ બનવા પામ્યો છે. 

જે કાચું અનાજ પક્ષીઓ માટે અને શેકેલો અનાજ રખડતા અનાજ માટે દર દર ભટકવું ન પડે તેથી સવારે વહેલા અને સાંજ ના સમયે નિત્ય ગામમાં ફરીને જાનવરો ને રોટલી ખવડાવીને પછીજ બાકીનું કામ કરવાનું એટલે કહી શકાય કે આ ગામ ની દરેક ગામ નોંધ લેતો માનવી તો શું પણ જાનવરો સાથે નું વ્યવહાર બદલતા વાર નહિ લાગે અને ફરીથી રામરાજ્ય આવી શકે તે નક્કી છે.

બાઈટ -- 1 રમણભાઈ પટેલ (સ્થાનિક સેવાભાવી)
બાઈટ -- 2 કાંતાબેન પટેલ (મહિલા સેવાભાવી)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.