- કુલ 36 બેઠકો પૈકી 30 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો હતો
- ગ્રામીણ વિકાસને અપાશે મહત્વ
- ભ્રષ્ટાચારમુક્ત સાબરકાંઠા બનાવવા પહેલ કરાશે
સાબરકાંઠા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત જિલ્લા પંચાયતમાં કુલ 36 બેઠકો પૈકી 30 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યારે માત્ર 6 બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવાર જીતી શક્યા હતા. જેના પગલે આજે બુધવારે સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની હતી. જોકે, ભાજપ દ્વારા પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરાઈ હતી. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ધીરુભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે અમૃતભાઈ પરમારની વરણી કરવામાં આવી છે.
કોંગ્રેસના ચૂંટાયેલા 6 સદસ્યો પૈકી તમામ ગેરહાજર રહ્યા
સમગ્ર જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ધીરુભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. આજે સાબરકાંઠા જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતની યોજાયેલી પ્રથમ સભામાં બિનહરીફ પ્રમુખ ઉપપ્રમુખની વરણી બાદ ભાજપના ટેકેદારો સમર્થકો સહિત તમામ સદસ્યોએ આ નિર્ણયને આવકાર્યો હતો. જોકે કોંગ્રેસના ચૂંટાયેલા 6 સદસ્યો પૈકી તમામ ગેરહાજર રહ્યા હતા. ધીરૂભાઇ પટેલે જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લો આગામી સમયમાં ભ્રષ્ટાચાર મુક્ત બને તે માટે તમામ તૈયારીઓ કરાશે. જેમાં સ્થાનિક અધિકારીઓનો સહયોગ અને સહકાર મહત્ત્વનું બની રહેશે. ગ્રામીણ વિકાસને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવશે.
આ પણ વાંચો: જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરાઈ
બિનહરીફ વરણીના પગલે ખુશી
સાબરકાંઠા જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકો પૈકી 3 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાતા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગતરોજ ધીરુભાઈ પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું હતુ. સાથોસાથ કોંગ્રેસ તરફથી કોઈપણ ઉમેદવાર જાહેર નહીં થતાં ધીરુભાઈ પટેલની જીત થઈ છે જેના પગલે સમગ્ર જિલ્લા પંચાયતના તમામ સદસ્યોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
આ પણ વાંચો: કડોદરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી