સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા નવાપુરા ગામ છેલ્લા 20 વર્ષથી દિન-પ્રતિદિન પ્રગતિના સોપાનો સર કરી રહ્યું છે. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે, સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી કેટલાય માણસો પ્રેરણા લઇ રહ્યાં છે. પરંતુ નવાપુરા ગામના સ્થાનિકોએ કરેલો સંકલ્પ સમગ્ર દેશ માટે મહત્વનો બની ગયો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત વખતે સ્થાનિકોએ નક્કી કર્યું કે, ગામમાં દિન-પ્રતિદિન 600 ફૂટ ઊંડાઈથી સિંચાઇ માટે પાણી ખેંચવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે અને ખારાશ વધે છે. તેમજ વીજળીનું બિલ પણ વધારે આવે છે. ત્યારે સ્થાનિકોએ 'સંઘે શક્તિ કલૌ યુગેની યુક્તિ અનુસાર' ગામની નજીકમાંથી પસાર થઈ રહેલી કેનાલનું પાણી ગામમાં સંગ્રહિત કરવા એક વિશાળ હોજ તૈયાર કર્યો. તેમજ આવી 440 હોર્સ પાવરની મોટરની જગ્યાએ માત્ર 5 હોર્સ પાવરની મોટરથી ગામમાં તમામ જગ્યાએ ડ્રીપ કરી ડ્રીપમાં પાણી આપવાની શરૂઆત કરી હતી.
જોકે, ગામલોકોએ કરેલો આ વિકાસ રાજ્ય સરકાર સહિત પ્રશાસન દ્વારા સન્માનિત કરવામાં આવે તેમજ દેશમાં અને રાજ્યમાં અન્ય જગ્યાએ લાગુ પાડવાનો પ્રયાસ કરાય તો પાણી, વીજળી, મહેનત સહિત ભૂગર્ભજળમાં વધારો કરવાની સાથોસાથ દિન-પ્રતિદિન જમીનોમાં વધતી ખારાશને પણ અટકાવી શકાય તેમ છે.
ત્યારે આ ગામની દિશા આગામી સમયમાં અન્ય કેટલા ગામડાઓ અપનાવે છે. એ તો હવે સમય જ બતાવશે.