ETV Bharat / state

હિંમતનગરમાં બાળકીને જમીનમાં દફન કરવાનો મામલો, બાળકીની તબિયત નાદુરસ્ત - હિંમતનગર સિવિલ હોસ્પિટલ

હિંમતનગર નજીક આવેલા ગાંભોઈ પાસે દીકરી જમીનમાં દાટી દેવાયેલી હાલતમાં મળી આવતા (Girl buried in the ground found alive) ખળભળાટ સર્જાયો હતો. બાળકીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. બાળકી અચાનક તેની તબિયત વધુ લથડતા વેલ્ટીનેટર ઉપર મૂકવાની નોબત આવી છે. તેમજ વિશેષ ડોક્ટરની પણ સુવિધા ઉભી કરાઈ છે.

હિંમતનગરમાં બાળકીને જમીનમાં દફન કરવાનો મામલો, બાળકીની તબિયત નાદુરસ્ત

author img

By

Published : Aug 8, 2022, 2:48 PM IST

સાબરકાંઠા: હિંમતનગરના ગાંભોઈ નજીક જમીનમાં દાટેલ અવસ્થામાં બાળકી મળી (girl was buried in ground)આવ્યા બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરાયેલી છે. જોકે આજે અચાનક તેની તબિયત વધુ લથડતા વેલ્ટીનેટર ઉપર મૂકવાની નોબત (newborn girl in Himmatnagar)આવી છે. તેમજ વિશેષ ડોક્ટરની પણ સુવિધા ઉભી કરાઈ છે. હિંમતનગર સિવિલ વિભાગ દ્વારા દીકરીને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની નિમણૂક કરવામાં આવી - સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ નજીકથી જમીનમાં દાટેલી (Girl buried in the ground found alive) અવસ્થામાં મળી આવેલી બાળકીની સ્થિતિ ગતરોજ કરતા આજે વધુ ગંભીર થઈ છે. આજે સવારે બાળકીને અચાનક મગજની હેડકી આવતા તેને તાત્કાલિક ધોરણે વેલ્ડીનેટર ઉપર મૂકવાની સ્થિતિ સર્જાય છે. તેમ જ રક્તકણ સહિત શ્વેતકણ પણ આપવામાં આવ્યા છે. નવજાત શિશુ માટેના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની પણ નિમણૂક કરવામાં આવી છે.

બાળકીની તબિયત નાદુરસ્ત

આ પણ વાંચોઃ અહો આશ્ચર્યમ : જમીનમાં દાટેલી બાળકી જીવિત હાલતમાં મળી

જીવ બચાવવાનો પ્રયાસ- હાલના તબક્કે બાળકીને માત્ર એક જ કિડની કામ કરી રહી છે તેમ જ મગજ સહિત બ્લડમાં પણ ઇન્ફેક્શનની સ્થિતિ સર્જાતા આગામી 72 કલાક સુધી બાળકીની સ્થિતિ ગંભીર બતાવાઈ રહી છે. જોકે હિંમતનગર સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફ આ મામલે તેનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ નવજાત બાળકીને જમીનમાં દફનાવનારી ઘટનામાં ચોંકાવનારો ખુલાસો

માતા પિતાની પ્રાથમિક પૂછપરછ - આ મામલે પોલીસે આ બાબતે મોડી રાત્રે વિવિધ ત્રણ ટીમો બનાવી હતી. આ બનાવના પગલે પોલીસે ભિલોડા નજીકથી દીકરીના માતા પિતા ઝડપી પાડ્યા હતા. જો કે માતા પિતાની પ્રાથમિક પૂછપરછમાં જ દીકરીની માતા પિતાએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. અધૂરા માસે જન્મેલી દીકરીની સારવારના ખર્ચ સહિત દીકરી હોવાના પગલે તેનો નિકાલ કરવાના ભાગરૂપે જમીનમાં દફન કરવાનો નિર્ણય લેવાયો હતો. માતાએ દીકરીને હાથથી ખુલ્લા ખેતરમાં ખાડો કરી દાટી દીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.