ETV Bharat / state

સાબરકાંઠાઃ હિંમતનગરના ગાંભોઈમાં દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ

author img

By

Published : Dec 23, 2020, 7:49 PM IST

Updated : Dec 23, 2020, 8:11 PM IST

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના ગાંભોઇમાં રાજસ્થાનનો મારવાડી પરિવાર છેલ્લા કેટલાય સમયથી સ્થાનિક વિસ્તારમાં વસવાટ કરતા હતા. તેમને 7 દીકરીઓ હતી પરંતુ દીકરો ન હતો, ત્યારે પિતાનું મોત થતા દિકરીઓએ કાંધ આપી અને અંતિમ સંસ્કાર કર્યો હતો.

હિંમતનગરના ગાંભોઈમાં દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ

  • ગાંભોઈમાં દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ
  • હિંમતનગરના ગાંભોઇમાં દિકરીઓએ ચીધ્યો નવો ચીલો
  • 7 દીકરીના પિતાનું મોત થતાં દીકરીઓએ આપી કાંધ

સાબરકાંઠાઃ જિલ્લાના હિંમતનગરના ગાંભોઈમાં રાજસ્થાન પરિવારની 7 દિકરીઓએ પોતાના પિતાને કાંધ આપી અંતિમ સંસ્કાર કર્યા હતા, ત્યારે આ દ્રશ્ય જોઈ હાજર રહેલા સૌ કોઈની આંખમાં આંસુ જોવા મળ્યા હતા.

દિકરીઓએ આપી કાંધ

હિંમતનગરના ગાંભોઈમાં છેલ્લા કેટલાય વર્ષોથી રહેતા મારવાડી પરિવારના પુરૂષનું 93 વર્ષની જૈફ ઉંમરે મૃત્યુ થતા તેમને કાંધ આપી અંતિમ સંસ્કાર કરે તેવું કોઈ સ્વજન ન હતું, જેથી તેમની સાત પુત્રીઓએ આ કામ ઉપાડી અર્થીને કાંધ આપી હતી. તેમજ સ્મશાન સુધી લઈ જઈ અંતિમ વિધિ પણ કરી હતી. જે આગામી સમયમાં એક નવો ચીલો બની રહે તો નવાઈ નહીં.

ગાંભોઈમાં દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ
ગાંભોઈમાં દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ

સ્થાનિક વિસ્તારમાં દીકરીનું મહત્વ વધશે

સામાન્ય રીતે દીકરો જ પોતાના બાપની અર્થીને કાંધ આપતો હોય છે જોકે, આમાં કેટલાય સમયથી ચાલી આવતી તથ્ય વિહોણી વાતોને ગાંભોઈની સાત બહેનોએ ચેલેન્જ આપી છે અને પોતાના પિતાને કાંધ આપી અંતિમ સંસ્કાર કર્યા છે, ત્યારે હવે આગામી દિવસોમાં દીકરીઓનું મહત્વ વધશે.

Last Updated : Dec 23, 2020, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.