ઈડર તાલુકાના ઉમેદગઢ ગામમાં થોડા દિવસ પહેલાં પ્રેમી-પ્રેમીકા ઘર છોડીને ફરાર થઇ ગયા હતા. જેને લઇને બન્ને પરિવારના સભ્યો વચ્ચે અવાર-નવાર બોલાચાલી જોવા મળતી હતી. જેથી પ્રેમિકાના પરિવારના સભ્યો વારંવાર પ્રેમીના ઘરે પોતાની દિકરી અંગે પૂછપરછ કરવા જતા હતા.
દરમિયાન શનિવારે પ્રેમીના ભાઈ રોનકભાઈનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો હતો. જેને લઇને પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે દોળી આવી હતી. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી હત્યા છે કે આત્મહત્યા તે જાણવા અંગે આગળની કાર્યવાહી ધરવામાં આવી છે.