સાબરકાંઠાની: રજવાડા વખતની સ્થપાયેલી આ સ્કુલ છે. આ સ્કુલ દ્વારા ઉત્તર ગુજરાત નહિ પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ ઇડર સ્ટેટ હતું. તે સમય માં શિક્ષણ મળી રહે તે હેતુ થી રાજ રાજેશ્વરી કેસરીસિંહ દ્વારા 127 વર્ષ અગાઉ શિક્ષણ મળી રહે તે હેતુથી સ્થાપિત કરવામાં આવી હતી. આઝાદી બાદ 1950 માં આ શૈક્ષણિક વટવૃક્ષ સંસ્થા નો વહીવટ ઇડર રાજકીય વિદ્યોતેજક સમિતિ સોંપવામાં આવ્યો હતો.
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન: આ સંસ્થા દ્વારા ગુજરાત સાહિત્ય કવિ પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા તજજ્ઞો પેદા કર્યા સાથોસાથ ડોક્ટર, એન્જિનિયર, બિલ્ડર મોટા વેપારીઓ અને પ્રોફેસર, અને શિક્ષકો આપ્યા છે. જ્યારે આજે 127 વર્ષ ઉપર સંસ્થા ની ઉજવણી ના ભાગરૂપે ઇડર સ્ટેટ ના સવા શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે હિઝ હાઈનેસ મહારાજાધિરાજ સર પ્રતાપ સિંહજીના 178 મી જન્મ જન્મ જયંતી નિમિત્તે ઉજવણી રાજવી પરિવાર ને યાદ કરીને રાજવી પરિવાર ની છઠ્ઠી પેઢી દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ આ સંસ્થા માં ભણતા 3500 જેટલા બાળકોના ભવિષ્ય માટે પણ સંસ્થાના અગ્રેજી મીડિયાથી લઈ ગુજરાતી ભાષા સાથે નવીનીકરણ સાથોસાથ સંસ્થા ને આગળ લાવનારા દાનવીરો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું.
એક વિચાર ફૂંક્યો: ઇડર સ્ટેટ વખતનું ઈડર શહેર તેમજ આસપાસના ગામડાઓમાં શિક્ષણની જ્યોત ફેલાવવા તે વખતના મહારાજા કેસરીસિંહજી ને શિક્ષણ માટેનો એક વિચાર ફૂંક્યો સને 1890 માં આ વિચારને અમલ મુકતા શૈક્ષણિક સંસ્થામાં બીજ રોપ્યા હતા. 1928માં મહારાજા પ્રતાપસિંહના નામથી સફળતા હાઇસ્કુલ નામાધીન થયું તારીખ 11 ફેબ્રુઆરી 1950 ના શુભ દિને વટ વૃક્ષ બનેલી આ શૈક્ષણિક સંસ્થા વહીવટ ઈડર રાજકીય વિદ્યોતેજક સમિતિ સોંપવામાં આવ્યો હતો.
ધોરણ દસના અભ્યાસક્રમમાં: આ શાળામાં ડોક્ટર એન્જિનિયર થી લઈ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેમાં સ્વ. કવિ ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ જેવા નવ રત્નો આ સંસ્થાએ પેદા કરેલા છે. તેમજ ચંદ્ર યશયશ સૂરીશ્વરજી મહારાજ જેવા રાષ્ટ્રીય સંત પણ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રહેલા છે. આજે સવા શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે હિઝ હાઈનેસ મહારાજાધિરાજ સર પ્રતાપ સિંહજીના 178મી જન્મ જન્મ જયંતી નિમિત્તે ઉજવણી કરવામાં આવ્યું હતું. આજની રાજવી પરિવારના છઠ્ઠી પેઢીના રાજકુંવર જણાવ્યું હતું કે આપણા સૌ પ્રતાપજીના નામે અગ્રેજ ના રહેવાસી દ્વારા લખેલી અંગ્રેજી પોયમ The Bellle of Sirpratap.. ગોરા મિત્રતા પર લખવામાં આવેલી છે. જે હાલમાં પંજાબ ખાતે ધોરણ દસના અભ્યાસક્રમમાં ભણાવવામાં આવે છે.