- સાબરકાંઠામાં એકસાથે 36 કાગડાના મોત થતા ફફડાટ
- વહીવટી તંત્રે 36માંથી 3 સેમ્પલ તપાસ માટે મોકલ્યા ભોપાલ
- 10 કિલોમીટર વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી થઈ પૂર્ણ
સાબરકાંઠાઃ સમગ્ર દેશમાં કોરોના બાદ સૌથી વધારે ભવ્ય ફેલાવનારા બોર્ડનો દિન-પ્રતિદિન વ્યાપ વધી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલીના બાવસર નજીક 36થી વધારે કાગડાઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. જોકે, વહીવટી તંત્રે તાત્કાલિક ધોરણે 36 પૈકી 3 સેમ્પલ ભોપાલ ખાતે મોકલી આપ્યા છે. સાથો સાથ આસપાસના 10 કિલોમીટર જેટલા એરિયામાં સર્વેલન્સ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. તેમજ વહીવટી તંત્રની નજર ભોપાલથી આવનાર રિપોર્ટ ઉપર ટકેલી છે.
સાબરકાંઠાના વડાલીમાં 36 કાગડાના મોત
બોર્ડનો દિન-પ્રતિદિન વધતો જતો કહેર હવે આગામી દિવસોમાં અન્ય જિલ્લાઓમાં પણ સંક્રમણ ફેલાવે તે પ્રકારે આગળ વધી રહ્યો છે જેમાં સાબરકાંઠા જિલ્લાના વડાલી ના નજીક એક સાથે 36 કાગડાના મોત થતા સમગ્ર વહીવટી તંત્રમાં હડકંપ સર્જાયો છે. જોકે, પશુપાલન વિભાગની ટિમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી સમગ્ર કામગીરી હાથમાં લેતા 36 પૈકી ત્રણ કાગડાના સેમ્પલ લઈ ભોપાલ ખાતે મોકલી આપ્યા છે તેમ જ બાવસર નજીક 10 કિલોમીટર જેટલા એરિયામાં પ્રથમ તબક્કાનું સર્વેલન્સની કામગીરી પણ પૂર્ણ કરી દેવાઇ છે જેના પગલે છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારમાં હજુ એક પણ કાગડાનું મોત થયું નથી. જોકે, સૌથી મહત્ત્વની બાબત એ છે કે, બર્ડ ફ્લૂનો કહેર જે પ્રકારે વધી રહ્યો છે તે જોતા વહીવટીતંત્ર વર્તમાન સમય સંજોગ અનુસાર સાબદુ પૂરવાર થયું છે
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સહિત સમગ્ર તંત્રની નજર ભોપાલ ખાતે આવેલા રિપોર્ટ ઉપર છે. જરૂરિયાત પડે તો પશુપાલન વિભાગની વિવિધ ટિમ તાત્કાલિક ધોરણે કામે લાગે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ છે