- સાબરકાંઠાના હિંમતનગરની સિમ્સ હોસ્પિટલનો બનાવ
- ઓક્સિજન ખુટી જતા દર્દીઓ મૂકાયા વિમાસણમાં
- તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં કરાયા ટ્રાન્સફર
સાબરકાંઠા: જિલ્લાના હિંમતનગરમાં આવેલી સિમ્સ હોસ્પિટલમાં 8 એપ્રિલે અચાનક ઓક્સિજન પૂરો થઇ જતાં દર્દીઓ ગંભીર પરિસ્થિતિમાં મૂકાયા હતા. જોકે તાત્કાલિક ધોરણે તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દેવાતા પરિસ્થિતિ કંટ્રોલ બની હતી, સાથોસાથ વહીવટીતંત્રની આરોગ્ય ટીમ પણ તાત્કાલિક ધોરણે દોડી આવી હતી. જોકે સિમ્સ હોસ્પિટલની ગંભીર બેદરકારી બહાર આવતા દર્દીઓ સહિત પરિવારજનો પણ હોસ્પિટલ સામે રોષ ભભૂકી ઉઠયા છે.
આ પણ વાંચો: પાટણ સિવિલમાં યુવાનનો રિપોર્ટ નેગેટિવ અને ધારપુર સિવિલમાં પોઝિટિવ
દર્દીઓની સારવાર દરમિયાન અચાનક ઓક્સિજન પૂરો થઈ ગયો
હાલમાં એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે તમામ દર્દીઓ માટે ઓક્સિજન સપ્લાય ખૂબ મહત્વનો બની રહે છે. જોકે હિંમતનગરની સિમ્સ હોસ્પિટલમાં અચાનક ઓક્સિજન લેવલ ઘટી જતા તમામ દર્દીઓ ગંભીર પરિસ્થિતિમાં મૂકાયા હતા. એક તરફ સિમ્સ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટેની સારવાર ચાલી રહી છે, સાથોસાથ અન્ય ગંભીર દર્દીઓ પણ સારવાર લઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક ઓક્સિજન પૂરો થઈ ગયો હતો. દર્દીઓ સહિત પરિવારજનોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો હતો.
સિમ્સ હોસ્પિટલની ગંભીર બેદરકારી
તાત્કાલિક ધોરણે તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાની પરિસ્થિતિ પેદા થતા હિંમતનગરની 5 એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને ટ્રાન્સફર કરવાની તજવીજ હાથ ધરી હતી. જેના પગલે તમામ દર્દીઓ હાલમાં સ્વસ્થ છે. જોકે એક તબક્કે વહીવટીતંત્રની આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી, ત્યારે દર્દીઓ સહિત પરિવારજનોએ હોસ્પિટલના તંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે. તેમજ ગંભીર બેદરકારી માટે નક્કર પગલાં લેવા રજૂઆત કરી છે, સાથોસાથ સામાન્ય સારવાર માટે લાખો રૂપિયાના બિલ ઉઘરાવનારી સિમ્સ હોસ્પિટલની ગંભીર બેદરકારી માટે દંડનીય કાર્યવાહી થાય તેવી પણ સ્થાનિકો અપેક્ષા રાખી રહ્યા છે.
આ પણ વાંચો: મોરબીમાં કોરોનાની સ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગરના અધિકારી સિવિલ હોસ્પિટલની મુલાકાતે
ઓક્સિજન સપ્લાય ખૂટતા દર્દીઓ મૂકાયા ગંભીર પરિસ્થિતિમાં
સાબરકાંઠા જિલ્લામાં સિમ્સ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ સહિત ગંભીર રોગોના દર્દીઓ પણ સારવાર મેળવી રહ્યા છે. જોકે અચાનક ઓક્સિજન સપ્લાય ખુટી જતા તમામ દર્દીઓ ગંભીર પરિસ્થિતિમાં મૂકાયા હતા. તાત્કાલિક ધોરણે તમામ દર્દીઓને 5 જેટલી એમ્બ્યુલન્સ દ્વારા અન્ય હોસ્પિટલોમાં ટ્રાન્સફર કરતા તમામ દર્દીઓ સામાન્ય બની રહ્યા છે, ત્યારે સિમ્સ હોસ્પિટલ દર્દીઓ પાસેથી સારવારના નામે મસમોટા બિલ ઉપર આવી રહી છે. સુવિધાના નામે અચાનક મીંડું સર્જાતા દર્દીઓમાં રોષ વ્યાપ્યો છે.
5 જેટલી એમ્બ્યુલન્સ લાગી કામે
સિમ્સ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય ખુટી જતા તમામ દર્દીઓનો જીવ બચાવવો જરૂરી હતો. જોકે ઓક્સિજન વિના દર્દીઓનો જીવ બચાવવો મુશ્કેલ થઈ ગયો હતો. તેવા સંજોગોમાં શહેરની 5 જેટલી એમ્બ્યુલન્સ દ્વારા અલગ-અલગ હોસ્પિટલમાં તમામ દર્દીઓને ટ્રાન્સફર કર્યા હતા. જેના પગલે તમામ દર્દીઓનો જીવ સુરક્ષિત રહ્યો છે. શહેરની 5 એમ્બ્યુલન્સ એકસાથે દર્દીઓના ટ્રાન્સફર કામે લાગતા એમ્બ્યુલન્સના સાયરનથી શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા.
દર્દીઓ સહિત પરિવારજનોમાં ભારે રોષ
જોકે હોસ્પિટલની આવી ગંભીર બેદરકારી મામલે દર્દીઓ સહિત પરિવારજનોમાં ભારે રોષ છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આવી હોસ્પિટલ સામે ઠોસ કાર્યવાહી થાય તે જરૂરી છે, ત્યારે જોવું એ રહે છે કે આગામી સમયમાં આ મામલે કેટલી અને કેવી કાર્યવાહી થાય છે.