સાબરકાંઠા : હિંમતનગર- રાજસ્થાન સિક્સલેન હાઇવે પર આવેલી મેડિસ્ટાર હોસ્પિટલને કોવિડ-19 કોરોના હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે.જિલ્લા કલેકટર સી.જે.પટેલે જણાવ્યું હતું ,કે હાલ હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે 200 બેડની આઇસોલેશનની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત પણ જો જિલ્લામાં કોરોના સંક્રમણ વધે તો તેવા સમયે હિંમતનગરની એક ખાનગી મેડિસ્ટાર હોસ્પિટલને કોવિડ-19 તરીકે સજ્જ કરવામાં આવી છે. જેમાં 100 બેડની ક્ષમતા સાથે આઇસોલેશન અને વેન્ટીલેટરની સહિત તમામ આધુનિક આરોગ્ય સેવાની સાથે સજ્જ કરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લામાં મેડિસ્ટાર હોસ્પિટલના 10થી વધુ તજજ્ઞ અને અન્ય ખાનગી તબીબોની સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ પેરામેડિકલ સ્ટાફ પણ દર્દીઓની સેવા ખઙેપગે સેવા બજાવશે. જરૂર જણાય તો વધારાના સ્ટાફની પણ ઉપલબ્ધિ કરાવામાં આવશે.