ETV Bharat / state

Sabarkantha News : પોળોના જંગલમાં ફરવા જાવ એ પહેલાં આ જાણી લો નહીં તો થશે મુશ્કેલી - આ જાણી લો

સાબરકાંઠામાં આવેલા પર્યટનસ્થળ પોળોના જંગલમાં ફરવા જવા પહેલાં આ જાણકારી યાદ રાખજો. કારણ કે અહીં અમુક વસ્તુ લઇને નહીં જઇ શકાય. એક જાહેરનામું બહાર પાડીને પોળોના જંગલમાં પ્લાસ્ટિકની તમામ ચીજો લઇ જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. તેવી જ રીતે ભારે વાહન લઇને પણ નહીં જઇ શકાય.

Sabarkantha News : પોળોના જંગલમાં ફરવા જાવ એ પહેલાં આ જાણી લો નહીં તો થશે મુશ્કેલી

author img

By

Published : May 11, 2023, 10:14 PM IST

સાબરકાંઠા : સાબરકાંઠાના કાશ્મીર ગણાતાં પોળોના જંગલોમાં ફરવા જવા માટે વેકેશનને લઇને લોકો પહોંચી રહ્યાં છે. ગરમીથી છૂટકારો મેળવવા આસપાસના જિલ્લામાંથી અહીં ફરવા આવતાં પ્રવાસીઓ જો પ્લાસ્ટિકની વસ્તુઓ લઇને જશે કે ભારે વાહનમાં આવી પહોંચશે તો પોળોના જંગલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. પોળોના જંગલમાં ફરવા માટે ટુ વ્હીલર સિવાયના તમામ ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો છે.

પ્રદૂષણ વધતાં નિર્ણય : મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોળોના જંગલમાં ફરવા આવતાં હોય છે જેને લઇને અહીંની નૈસર્ગિક સુંદરતા અને સ્વચ્છતાને પ્લાસ્ટિક પ્રદૂષણ અને વાહનોનું વાયુ પ્રદૂષણ નુકસાન પહોંચાડી રહ્યું છે. ત્યારે આ બાબતને ધ્યાને લઇને પોળોના જંગલમાં પ્લાસ્ટીકની તમામ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જહેમત પોળોના જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી બનાવવા થઈ રહી છે. ફ્રી ઇકો ટુરીઝમ અંતર્ગત આ નિર્ણય લેવાયો છે અને તેનો અમલ 8 જુલાઈ સુધી ચાલુ રહેશે.

  1. પોળોના જંગલો, પહાડોમાંથી નીકળતા ઝરણા, હિરણ નદી, ગીરી કંદરાઓમાં અનોખું સૌંદર્ય
  2. Sabarkantha Polo Forest : મીની કાશ્મીર ગણાતા પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓ સહિત સ્થાનિકોની મુશ્કેલીઓ ક્યારે થશે ઓછી ?
  3. પોલો ફોરેસ્ટ પાર્કિંગ મામલે વિવાદઃ સ્થાનિકોની મરજી વિના પાર્કિંગની જમીન માપણી કરાતાં હંગામો

પ્રતિબંધનો ભંગ કરનારને દંડ : સાબરકાંઠાનું કાશ્મીર ગણાતા પોળોના જંગલો તેના કુદરતી સૌંદર્ય માણવા ઉનાળાની ઋતુમા વેકેશનના કારણે દર વર્ષની જેમ ખુબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓની સંખ્યામાં ધસારો થવાની સંભાવના છે. આ પ્રવાસીઓ પોતાની સાથે નાસ્તા અને અન્ય ચીજવસ્તુઓ લઈને આવે છે. તેમાં મોટાભાગે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થાય છે. પોળોના જંગલોમાં પ્લાસ્ટીકના ઉપયોગથી પર્યાવરણ તેમજ વન્ય પ્રાણીઓને થતું નુકસાન અટકાવવા પ્લાસ્ટીકના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિયમનો ભંગ કરનારા પ્રવાસીઓને ભારતીય કલમ 188 હેઠળ દંડ કરવામાં આવશે.

પોલ્યુશન ફ્રી ઈકો ટુરીઝમ : પોળોના જંગલમાં ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પ્રવાસનધામ પોળો ફોરેસ્ટ શારણેશ્વર મંદિર પાસે પ્રવાસીઓની સુવિધા વધારવાના ભાગરૂપે જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી ઈકો ટુરીઝમ તરીકે વિક્સાવવા માટે જિલ્લા સમાહર્તા નૈમેષ દવે દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

ભારે વાહન ક્યાં નહીં લઇ જવાય : પોળો જંગલનો વિસ્તાર ઘણો મોટો છે ત્યારે ક્યા વિસ્તારમાં ભારે વાહન લઇ જવા નહીં દેવાય તે વિશે પણ જાણી લો. પોળો વિસ્તારના શારણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર ચાર પૈડા અને તેથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બંને જાહેરનામાનો અમલ 8 જુલાઇ 2023 સુધી થશે તે પણ પ્રવાસીઓએ ધ્યાનમાં લેવું રહ્યું. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા કલમ 188 હેઠળ દંડને પાત્ર થશે.

વૈકલ્પિક વાહન ફ્રી વ્યવસ્થા કરવામાં આવે તો અમને અને આવનાર ટૂરિસ્ટો માટે યાદગાર બને. જે બેટરીવાળી ગાડીઓનો ઉપયોગ થતો નથી જો તેને ટુરિસ્ટો માટે વ્યવસ્થા કરે તો વીરેશ્વર મંદિરથી લઇ ડેમ સાઈટ સુધી આવવા જવાના અંદાજિત ચાર કિલોમીટર સહેલાણી માટે યોગ્ય વ્યવસ્થા સાબિત થાય તેમ છે. તંત્ર આ બાબતે યોગ્ય વ્યવસ્થા કરે તેવો આગ્રહ છે..સ્થાનિક

સ્થાનિકોની પ્રતિક્રિયા આ બાબતે લઈને સ્થાનિક વ્યક્તિઓનું કહેવું છે કે વેકેશન દરમ્યાન પોળોએ ફરવા માટેની નજીકની જગ્યા છે અને બાળકો સાથે પોળોની ફરવા જવું મુશ્કેલ થઇ શકે. ગરમીમાં ગાડી વગર ફરવું મુશ્કેલ પડે છે. તેના માટે પોળો ફોરેસ્ટ એરિયામાં ફરવા માટે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.